________________
(૨૮૯) રાજાએ નાગાર્જુનની એ પ્રમાણે સ્તુતિ કરીને થોડા સમયમાં એની સાથે ગાઢ મિત્રાચારી કરી લીધી. ને પોતાના અને પુત્રને કેટલીક કળા શીખવવા સારૂ નાગાર્જુનને સેંગ્યા. રાજારાણી નાગાર્જુનને વંદના કરીને ત્યાંથી વિદાય થઈ પોતાને વતન આવ્યા.
રાજપુત્રો પણ નાગાર્જુન પાસે રહીને યુદ્ધ વિદ્યા તેમજ બીજી કળાઓ શીખવા લાગ્યા. છતાં એમની દષ્ટિ તે સિદ્ધ રસમાં લુબ્ધ થયેલી હતી. કેઈપણ પ્રપંચે તે સિદ્ધ રસના બે કુંપાઓ મેળવવાને તે બન્ને કુંવરે અતિ આતુર હતા. સમયની જ રાહ જોતા અને વખત આવતાં ગુરૂનો પણ ઘાત કરી નાંખવામાં આતુર થયેલા તે બન્ને રાજકુંવરો નાગા નની દરેક હીલચાલ ઉપર બારીક ધ્યાન આપતા હતા.
આ તરફ નાગાર્જુન પણ સિદ્ધરસના બે કુંપાઓ પેલા બે રાજકુંવરથી છુપા રાખવાને રાત્રીને વિષે કઈ ગુપ્ત સ્થાનકે ચા. ઢેક પર્વતની ગુફામાં જઈને એ કુંપા સંતાઅને તે પાછો ફરતો હતો એવામાં એની પછવાડે પડેલા પેલા એ રાજકુંવરેએ એની રાંધનારી પાસેથી દલો કુરથી એનું મૃત્યુ જાણી લઈને દર્ભવતી અંધારી રાત્રીને લાભ લઈને એને મારવા માંડ્યો. એ દર્ભના અંકુરોના અસહ્ય આઘાતથી નાગાને ત્યાંજ મૃત્યુ પામી ગયો. અતુલ્ય મહે. નત કરીને મેળવેલા એ કુંપાએ ઢંક પર્વતની ગુફામાંજ રઘા ને એ રીતે એની કરેલી મહેનત બધી વ્યર્થ ગઈ.'
સ્પં. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com