________________
( ૨૮૦) “તને બાલકને કહેવાથી અમને શું લાભ?” તેમણે બાલક જાણીને સાતવાહનની ઉપેક્ષા કરતાં કહ્યું.
હું બાલક છું એ વાત તે સત્ય છે. પણ તમારે તે કામથી કામ છે કે બાલક યા વૃદ્ધનું કામ છે? અરે ! સિંહના બાલકે મોટા ગજે દ્રો ઉપર પણ તલપ મારી એનાં કુંભસ્થળ વિદારે છે. નાનું સરખું વજી મોટા પર્વતને તેડી નાખે છે. દીપકની નાની ત ગાઢ અંધકારને ભેદી નાખે છે. તમારી ચિંતા મારાથી બનશે તે હું નીવારીશ. કહેવામાં તમારું શું જાય છે?” સાતવાહને કહ્યું.
સાતવાહનનાં એવાં વચન સાંભળીને એ ચારે બ્રાહ્મણેએ પિતાને વૃત્તાંત ટૂંકમાં કહી બતાવ્યો. એ સાંભળીને હાસ્ય કરતે બાલક સાતવાહન છે. “ભૂદેવો ? તમારી વાર્તાને મમ મારા સમજવામાં આવ્યો છે. જે ઈન્સાફ ખુદ માલવિદેશ પણ ન કરી શકયે એ કહે તે હું તમને કરી આપું–તમારો ઝઘડો મટાડી આપું ? ” સાતવાહનનાં વચન સાંભળીને વિપ્રે ખુશી થયા.
તમે ઝગડો મટાડી આપે તે અમારે તે એજ જોઈએ છે. અમારે બીજાનું શું કામ છે ! અમે તે માત્ર એજ જાણવા માગીએ છીએ કે અમારા પિતાએ આવા ભાગ પાડીને કેમ પક્ષપાત કર્યો હશે વારૂ?” બ્રાહ્મણે બેલ્યા.
તમારા પિતાએ પક્ષપાત કર્યો નથી પણ ચારેને સરખું જ ધન આપ્યું છે. જેની જેમાં કુશળતા હતી તેને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com