________________
(૨૮૩) રને રૂંધી લીધું અને પોતે કેટલાક લશ્કરવડે કુંભારનું મકાન ચારે કેરથી ઘેરી લીધું અને સાતવાહનને બલાત્કારથી મારવાને પ્રયત્ન કરવા માંડયું. પોતાના દેવસમાપુત્રને મરતે જેઈ સુરૂપાએ નાગહદ આગળ જઈને નાગદેવનું સ્મરણ કર્યું. એટલે તરતજ તે એક મેટા ધડાકાની સાથે પૃથ્વીને ફાડી નાખતે પ્રગટ થયે અને કહ્યું. “કેમ મને યાદ કર્યો?”
જવાબમાં સુપાએ સર્વે હકિકત કહી સંભળાવી. તે સાંભળીને નાગદેવ છે . “સુંદરી? હું હયાત છું ત્યાંલગીમાં કોણ એનું નામ લેવાને સમર્થ છે? એ વિકમ તે હવે જગતને થોડા દિવસને મેમાન છે.” એમ કહીને એની પાસેથી ઘડો લઈને પાતાળમાં ગયે. ત્યાંથી ઝટ પાછો આવી એ અમૃતથી ભરેલે ઘડે નાગદેવે સુરૂપાને આપતાં કહ્યું. “આ ઘડામાં અમૃત છે, જે છાંટવાથી સાતવાહને માટીનાં બનાવેલાં હાથી, ઘોડા, માણસો વગેરે ચેતનાયુક્ત સાચાં થઈ જશે ને એ વિક્રમના સૈન્યને હરાવશે. તે સિવાય એક મોટી શકિત આપી કહ્યું કે આ શકિતથી વિક્રમનું સૈન્ય માર ખાતું ભાગી જશે. ને આ કુંભના અમૃતથી સાતવાહન પ્રતિષ્ઠાનપુરની ગાદીએ બીરાજશે. વળી કામ પડતાં મને યાદ કરજે.” એમ કહીને નાગદેવ સ્વસ્થાને ચાલ્યો ગયો. અરૂપા અમૃતને ઘડો લઈને ઘેર આવી માટીનાં બનાવેલાં પુતળાં ઉપર છાંટવા માંડયું એટલે એ ચેતના પામી વિક્રમના સૈન્ય સાથે લડવા લાગ્યાં. અને શકિત સુરૂપાએ છુટા થયેલા સાતવાહનને આપી. એ શકિતવડે સાતવાહને પણ વિક્રમનું ઘણું સૈન્ય હણું નાંખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com