________________
( ૨૮૬) ખમણ (મહિનાના ઉપવાસી) ને પારણે તારી આગળથી નગરમાં ગોચરી લેવાને જતા હતા તે તેં દીઠા. એમને જોઈ તને શ્રદ્ધા થવાથી એમને બોલાવી તેં એ સાથવાને પિંડ ભાવથી વહોરાવ્યો. અનુક્રમે તારે એ કઠીયારાનો દેહ આયુધ્ય પૂર્ણ થતાં ત્યાં પડી ગયે અને ત્યાંથી ચવીને તું શાલિવાહન થયે ને આ નગરનું સમુદ્ધિવાળું રાજ્ય પામ્યું. પેલા માસખમણના ઉપવાસ કરનાર મુનિ આયુષ્ય પૂર્ણ થતાં મેટા દેવ થયા છે. એ દેવે મત્સ્યના શરીરમાં પ્રવેશ કરીને પૂર્વે કાષ્ટવહન કરીને માંડમાંડ નિભાવ કરનાર તને આ ભવમાં મોટું રાજ્ય પામેલે જેઈને હાસ્ય કર્યું છે. જ્ઞાન સાગરે એ રીતે શાલિવાહનને પૂર્વભવ કહ્યો.
રાજાને પણ પોતાને પૂર્વ ભવ સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેણે પોતાને પૂર્વભવ જે તે મુનિએ કહ્યું તેમજ હતું. જેથી તે રાજા દાનધર્મને વિષે અધિક તત્પર રહેવા લાગ્યો. વિદ્વાન ને કવિઓને સત્કાર કરતે શાલિવાહન પોતાનું રાજ્ય વધારતેજ ગયે. અનુક્રમે તે પવિની સ્ત્રીને પરણ્ય. તે સિવાય બીજી પણ એને કેટલીક રાણીઓ હતી. પશિનીથી એને બે પુત્રો થયા. તે સિવાય બીજા પણ એને અનેકપુત્રો થયા. રાજા એવી રીતે સંસારમાં સ્વર્ગ સમું સુખ ભોગવતે રાજ્ય ભગવતે હતે. એવામાં નાગાર્જુન નને એને મેળાપ થયું. રાજાએ એની કેટલીક અપૂર્વ શકિતઓ જોઈને એને ગુરૂ કરીને સ્થાપે. એજ શાલિવાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com