________________
(૨૮) વિકમને એવી રીતે સાતવાહનના સૈન્ય સાથે મોટું યુદ્ધ થયું પણ સાતવાહનને દેવની સાનિધ્યતા હતી જેથી વિક્રમનું સૈન્ય હારી ગયું ને પોતે પરાભવ પાપે. હારતા એવા વિક્રમની પૂંઠે પડેલો સાતવાહન તાપીના ઉત્તર કિનારા લગી આવ્યો.
પિતાનાં ઘણાં સૈન્યને નાશ થયેલો જોઈને વિક્રમને ઘણે ખેદ થયે. “અરે વિશ્વમાં વિજય મેળવવાને જેને એકજ માત્ર પોતાને હક્ક છે એવા મારો આ છેલ્લી અવસ્થામાં પ્રતિવાસુદેવની માફક પરાજય થયો એ ઠીક ન થયું. હવે મારે સમય વિચારી સંધી જ કરવી ઠીક છે. નહીતર હું પણ જોખમમાં આવી પડીશ.” એમ વિચારીને વિક્રમે શાલિવાહન સાથે સલાહ કરી કે “તાપીના ઉત્તર ભાગમાં બધે વિક્રમનું રાજ્ય પ્રવતે અને એની દક્ષિણ તરફ સર્વત્ર શાલિવાહનની આણ મનાય.” એ પ્રમાણે વિક્રમ સાથે કેલકરાર કરીને એણે પ્રતિકાનપુરમાં આવી પોતાની ગાદી સ્થાપી. દક્ષિણ દેશના નાના મેટા બીજા રાજાઓને જીતી લઈ તેમની હાજરી વચ્ચે પિતાને રાજ્યાભિષેક કરાવ્યે. સર્વે રાજાઓ-સરદારેએ એને નજરાણું ધર્યું. પ્રતિષ્ઠાનપુરને શણગારી ઈદ્રની અલકાપુરી જેવું બનાવ્યું. નગરની ચારે બાજુએ કીલે–ખાઈ વગેરે બનાવરાવ્યાં. સદ્દગુરૂના ઉપદેશથી જૈન તત્વમાં એને રૂચિ થવાથી ધર્મમાં પ્રીતિવાળો થયે જેથી પ્રતિષ્ઠાનપુરમાં મોટા મોટા જીન ચિત્ય કરાવ્યાં. એના પચાસ વીર સામંતોએ પણ જૈન ધર્મ સ્વીકારીને પિત પિતાના નગરમાં જીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com