________________
( ૨૭૫ )
કરી લેવુ. પેાતાની શક્તિની એ ખિચારીને ક્યાંથી ખબર હાય કે એની આગળ એ અમળાનું શું ગજુ ? ''
એમ વિચારતા એ નાગદેવ એની પાસે આવ્યા અને એ નાજુક પુષ્પને પેાતાની મને ભૂજાએવડે ઉપાડી લીધુ. એની નામરજી છતાં એને હૈયા સાથે ચાંપતા, રમાડતા અને ચુંબન કરતા એ કિનારે આવ્યે અને પેાતાની શક્તિથી એક શય્યાગૃહ ઉત્પન્ન કરી તેમાં એને સુવાડી એની સાથે ઇચ્છાપૂર્વક વિહાર કર્યો. માળાએ પ્રથમ તે એના હાથમાંથી છૂટવાને તરડીયાં માર્યાં, પણ એ દેવસત્તા આગળ મનુષ્યની અ૫તિ વ્યર્થ હતી. જેથી એ સર્વે અટિત આચરણ સુરૂપાએ પણ સહન કર્યું. ભાવી ભાવને ચેગે સુરૂપા ગ વતી થઇ, કાઇક ઉત્તમ જીવ એ ગર્ભમાં આવીને ઉપજ્યેા. નાગદેવ એની સાથે વિહાર કરીને જ્યારે તૃપ્ત થયા ત્યારે અને છુટી કરીને કહ્યું કે “ તું પ્ીકર કરીશ નહી. પરન્તુ જ્યારે જ્યારે કઇ તને આફત આવે ત્યારે મને સંભારીશ તા હું તરતજ આવીને તારી આપદા દૂર કરીશ.” એમ કહી નાગદેવ પાતાળમાં ચાલ્યેા ગયા.
શાયુક્ત એ વિધવા માળા પણ જળ ભરીને પોતાને ઉતારે આવી. હવે એના ઉદરમાં રહેલા ગર્ભ ધીમે ધીમે વધવા. લાગ્યા. એના વૈધવ્ય ધર્મના નાશ થયા. અપેાધ ઐશ્વર્ય નુ તેજ એના વદન ઉપર અને શરીર ઉપર ચમકવા લાગ્યું. છતાં શરમથી એણે ભાઇએને એ વાત કહી નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com