________________
( ૨૭૪ ) “ શું કરું? લાચાર છું ! તારા આ સેંદર્યમાં હું મુગ્ધ બન્યો છું ! એ મદન મોહન પુષ્પધન્વાને હું તાબેદાર થયો છું?” દેવે જણાવ્યું.
છતાં તમારી માગણ હું માન્ય રાખી શકું તેમ નથી. સ્ત્રીને તે એક પતિ સિવાય બીજા કેઈનો આધાર નથી. તમે તમારે રસ્તે જાઓ. નાહક મને ન સતાઓ. સુરૂપાએ પોતાનો નિશ્ચય જણાવ્યું.
“સુરૂપા? શામાટે મને નિરાશ કરે છે? સમજ ને મારું આતિથ્ય સ્વીકાર ! નાગદેવે ફરીને કહ્યું.
“તે કદિ પણ નહી બને.” બાળાએ તેને તિરસ્કાર કરવા માંડયો.
અરે ! આમ હું તને સમજાવું છું ત્યારે તું વળી જીદ્દી બને છે. સુરૂપા? તારે અવશ્ય મારું આતિથ્ય આજે સ્વીકારવું જ પડશે. મારી સાથે તારે મને કે કમને પણ સ્નેહ કરવું જ પડશે.” નાગદેવે કંઇક આવેશપૂર્વક કહ્યું. એને લાગ્યું કે આ જકી સ્ત્રી સમજાવી સમજે તેમ નથી.
હું કદિપણું મારું શિયળવ્રત મુકીશ નહી. તમારી ધારણ કયારે પણ સફલ થશે નહી. »
સુરૂપાના શબ્દો સાંભળી નાગદેવ એના પાસે જઈ જરાક હર્યો. તેણે મનમાં ધાર્યું કે “આ બાળા સમજાવી સમજશે નહી. માટે સમજાવ્યા વગર આપણે આપણું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com