________________
( ર૭ર) આખો દિવસ ચારો ચરીને આનંદથી કિલકિલ શબ્દ કરતાં પિતાના માળામાં જતાં હતાં. સાયંકાળ થઈ ગયેલ હોવાથી નાગહદ આગળ અત્યારે વિજનતા જણાતી હતી. અને તેથી આખો દિવસ કામિનીઓના ઘસારાથી એ ડેળાએલો જલપ્રવાહ અત્યારે સુરૂપાનું રૂપ જોઈ મેહ પામ્યું હોય અને નિરાંતે એનું અવલોકન કરતો હોય તેમ ધીમે ધીમે ગતિ કરી રહ્યો હતે.
આ સેળ વરસની સુકોમળ પણ દેવ કોપથી વિધવા થયેલી સુરૂપ પોતાના નાજુક હાથે કેરી ગાગર લઈને મંદમંદ ડગલા ભરતી ગોદાવરીના તટે નાગહદ પાસે આવી. એ નવયૌવના બાળા સુરૂપા મેદાવરીનાં એ ખળખળ કરતાં જળનું અવલોકન કરતી તે ક્ષણમાં નદીના તટ ઉપર આવેલા ઉપવનની શોભાને જેતી–એ આખા દિવસના તાપથી કરમાંચેલાં પુષ્પોની સ્થીતિ નિહાળતી અને પિતાની પણ તેવી સ્થીતિ સમજી સુરૂપા ગંભિર બની જતી. પોતે વિધવા હોવાથી શરીર ઉપર માત્ર સાદાં વસ્ત્ર હતાં. અલંકારનું તે નામ પણ નહોતું; છતાં પણ અત્યારે ગોદાવરીના નાગહૃદમાંથી જલ ભરતાં તે ગોદાવરીના શણગાર રૂપ બની હતી. *
કોરી ગાગરને એણે ડુંક જલ લઈને વીંછળવા માંડી. અને પછી ચોખું જલ ભરવાને પિતાનાં વસ્ત્ર ઊંચાં લઈને તે નાગહદના ઉંડા જલમાં ચાલી. ઢીંચણ બરાબર જલમાં આવીને વાંકી વળી ગાગરને જલમાં નમાવી પાણી ભરવા લાગી.
વસંત ઋતુના મંદમંદ વાયુથી એના માથાના વસ્ત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com