________________
(૨૦) “પ્રાણનાથ ! કૃપા કરીને એ પૂછશેજ નહી. એ કહેવાથી આપણા કુટુંબની, સામ્રાજ્યની ને પ્રાણની ભયંકર ખુવારી થશે. માટે મારી ઉપર વિશ્વાસ લાવીને આપ પૂ૭શજ ના !” રાણીએ રાજાને ઘણું સમજાવ્યું. પણ રાજાએ એની હઠ છોડી નહી ને વારંવાર એને પૂછવા લાગ્યું. રાણીએ જાણ્યું કે “હવે કહ્યા વગર છુટકો નથી.” એમ સમજી ખેદ કરતી ચંદ્રલેખા બોલી. “સ્વામિન્ ! જે બનવાકાળ હોય તે બને પણ તમારી અતિશય હઠ જોઈને હું લાચાર છું. સાંભળો! પ્રતિદિવસ રાતના નાગાર્જુન નામને યોગી આવીને મને આકાશમાગે ઉપાડી જાય છે ને ખંભાતનગર પાસે આવેલી સેઢી નદીના કાંઠા ઉપર લઈ જઈ ત્યાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા સામે કોટીવેધી રસ ઉત્પન્ન કરવાને પારાનું મારી પાસે મર્દન કરાવે છે. ને સૂર્યોદય પહેલાં તે મને અહીયાં મૂકી જાય છે. ” ચંદ્રલેખાએ આખરે સત્ય હકીકત કહી સંભળાવી.
ચંદ્રલેખાની હકીકત સાંભળીને શાલિવાહન ઉંડા વિચા૨માં પડ્યો. આખરે કાંઈક વિચાર કરીને તે બોલ્યો કે, “હે પ્રિયા ! નાગાર્જુનને કોધ શમાવવા માટે આપણે આપણું બે પુત્રો સહીત ત્યાં જઈને સાષ્ટાંગદંડવત કરી એની માફી માગવી.”
તમારે આ વિચાર ઘણેજ ઉત્તમ છે. જરૂર આજે આપણે એ પ્રમાણે કરવું.” રાણુએ કહ્યું ને પછી બન્ને જણાં જુદાં પડ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com