________________
( ૨૭૧ ).
પ્રકરણ ૯ મુ. શાલિવાહન .” - દક્ષિણ દેશના પ્રતિષ્ઠાનપુર (પેંઠણ) નગરમાં પૂર્વે એક સમયે ત્રણ પરદેશી બ્રાહ્મણ મુસાફરોએ પ્રવેશ કર્યો. એ મુસાફરમાં બે પુરૂષો હતા અને એક સ્ત્રી હતી. તેઓ પોતાના વતનથી યાત્રા કરવાને નિકળેલા તે અનુકમે આ નગરમાં આવી ચડ્યા હતા. બે પુરૂષો તે સગા ભાઈઓ હતા, સ્ત્રી તે તેમની સાથે એમની સગી બેન હતી. બેન તરૂણ ઉગતી ઉમરની છતાં વિધિની વક્રતાએ કરીને પરણને તરતજ રંડાયેલી હતી. એ સુરૂપા સુભગા નામ પ્રમાણે જ સુરૂપા છતાં સાભાગ્યહીન હતી. તેઓ આ નગરમાં આવીને કઈ કુંભારને ત્યાં ઉતર્યા. કેટલાક સમય શહેર સારું હોવાથી તેઓ ત્યાં રહ્યાં અને હરકોઈ રીતે આજીવિકા ચલાવી પોતાનો નિર્વાહ કરતાં હતાં.
એકદિવસ સુરૂપાસુભગા પાણી ભરવાને ગોદાવરી નદીના તટ ઉપર ગઈ. ત્યાં નાગહદ નામના આરેથી એ બાળા પાણી ભરવા લાગી. આ સમય સંધ્યાનો હતો. સવિતાનારાયણ આખા દિવસની મુસાફરીથી થાકીને કંટાળેલ હોઈ અસ્તાચલની એઠે છુપાઈને નિરાંતે વિશ્રાંતિ લેતો હતો. જેથી ગોવાળ ત્વરાથી પોતાનાં ઢેરેને લઈને નગરભણી હાંકે જતા હતા અને તેની ખરીઓથી ઉડેલી રજ-ધુળ આકાશમાં છવાઈને સૂર્યના
એ મંદ પડી ગયેલા પ્રકાશને પણ ઝાંખો પાડતી હતી. પક્ષીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ને ત્યાં ઉતરી ન હતી.
ના ચલાવી નથી તેઓ