________________
(ર૬૯) રાજા આ મહેલ જોઈને પાછો શય્યાભૂવનમાં આવ્યો તે ચંદ્રલેખાને પાસાભેર સુતેલી જોઈ. જેથી તે બે. “ દુ? વ્યભિચારિણ? તારું કાળું મેં મને ના બતાવ! જે, આ તલવાર તારૂં રક્ત પીવાને ટમટમી રહી છે. માટે તારે અંતકાળને સમયે-જે કે વ્યભિચારિણી સ્ત્રીને પ્રભુપ્રીતિ તે કયાંથી હોય છતાં–તને ચેતાવું છું કે તું છેલ્લાં તારા ઈષ્ટની સ્તુતિ કરી લે.”
પ્રાણનાથ ? આ દુનીયામાં મારા ઈષ્ટદેવ કહો કે આરાધ્ય દેવ કહે તે આપનેજ ગણું છું. સ્ત્રીને પતિ સામે બીજે દેવ કોણ છે ? અને તેથી જ તમારી આગળ હાથ જોડીને પ્રાર્થને કરું છું કે હું કેવળ નિરપરાધી છું. મને લગાડેલાં વિશેષણથી હું મુક્ત છું. જે દુસહ સંકટમાં હું સપડાયેલી છું તે મારાથી કોઈની આગળ કહી શકાય તેમ નથી” રાણું ચંદ્રલેખા રાજાના ક્રોધથી થરથર કાંપતી હતી છતાં બીતે બીહતે પણ એણે રાજાની પ્રાર્થના કરી તેને સમજાવવા કેશીષ કરી.
રાજા સકલ વિદ્યામાં પ્રવિણ હોવાથી તે સ્ત્રીના વચન ઉપર વિશ્વાસ નહી રાખનારે છતાં તેના વસ્ત્રાલંકારે, વદનને દેખાવ, મસ્તક ઉપરના કેશની સ્થાતિ વગેરેની પરીક્ષા કરતાં એને લાગ્યું કે સ્ત્રી નિર્દોષ છે. જેથી તલવાર એણે ફેંકી દીધી. અને એ દુઃસ્સહ સંકટના સંબંધમાં કંઈક એને પૂછવા લાગ્યો કે “તું એવા તે કયા સંકટમાં સપડાયું છે કે જેથી આમ સુકાતી જાય છે ? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com