________________
( ૨૬૭) એટલું તું યાદ રાખજે કે તારે આ વાત કોઈને કહેવી નહી, તેમ છતાં પણ જો તું કહીશ તો તારા પતિ અને પુત્રોના મૃત્યુ. ના નિમિત્ત રૂપ ગણાઈશ. એટલું જ નહી બલ્ક તારૂં વિસ્તાર પામેલું સામ્રાજ્ય પાયમાલ થઈ જશે ને એ બધો દોષ તારી ઉપર આવી પડશે. ” નાગાને પ્રગટ થઇને ચંદ્રલેખાને ધીરજ આપીને કાંઈક વસ્તુ સ્થીતિ સમજાવી.
નાગાર્જુનનાં ભય ભરેલાં વચન સાંભળીને નિરાધાર થયેલી ચંદ્રલેખાએ એની વાત માન્ય કરી અને ખરલમાં પારાનું મર્દન કરવાને બેઠી. એનું હૃદય રડતું હતું. મનમાં એ અતિ મુંઝાતી હતી. અંતરમાં અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. આંખમાં આંસુ હતાં. ગમે તેવી સ્થીતિ છતાં નાગાર્જુનને હુકમ માન્યા વગર એને ચાલે એમ ન હતું. જેણએ સૂર્યના કિરણે પણ નહી જોયેલાં એને કાળ સમી કાળીરાત્રીએ જંગલમાં એકાકી પર પુરૂષના હુકમને માન આપી પારાનું મર્દન કરવું પડે એ શું ઓછું દુઃખ હતું ? વળી દરરોજનું આ દુ:ખ હતું. છમાસ પર્યત રોજ રાત્રીના નાગાર્જુન એને અહીંયાં લાવે ને આખી રાત પારાનું મન કરાવે, પ્રભાત થતાં એને સ્વસ્થાનકે મુકી આવે એ કાંઈ જેવું તેવું દુ:ખ નહોતું. આ તે કહેવાય પણ નહી ને સહેવાય પણ નહી! શું કરે ! વિધિ ઈચ્છા બળવાન હતી. દેવની ઈચ્છાને આધિન થયા વગર અત્યારે તે પવનીને છુટકો નહોતે.
રોજ રાતના નાગાર્જુન એનું હરણ કરી જતે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com