________________
(૨૬૬) સેઢી નદીને કાંઠે આવ્યા. ત્યાં એક બાજુએ એને–પદ્મિનીને સુવાડી. અને પોતે પ્રતિમાની તપાસ કરવાને ગયો. એટલામાં ચંદ્રલેખાની આંખ ઉઘડી ગઈ અને જાગીને જોયું તે પોતે જંગલમાં ! એને આશ્ચર્ય થયું. તરતજ એ આ અભિનવ બનાવ જોઈ દહેશતની મારી મુચ્છ ખાઈ જમીન ઉપર પડી. વનના મંદમંદ પવનથી એને શુદ્ધિ આવી ત્યારે આજુબાજુએ જોતાં કોઈ દષ્ટિએ પડયું નહી જેથી અતિ ગભરાઈ ગઈ સ્થાનભષ્ટ થયેલી મૃગલીની જેમ ક્રૂર વનેચર પ્રાણીઓની ગર્જનાઓ સાંભળવાથી પધિની તે હાવરી બની ગઈ. બોલવા જાય તે કંઠ બંધાઈ જાય. જેવા જાય તે આંખે કાંઈ દેખી શકાય નહીં. ને સાંભળવા જાય તે કાન બહેર મારી ગયેલા. આવી અવસ્થામાં સપડાયેલી ચંદ્રલેખા પાછી બેભાન થતી ચાલી. એટલામાં નાગાર્જુન એની પાસે આવીને પ્રત્યક્ષ થયે અને ધીરજ આપતાં કહેવા લાગ્યું. “હે સતી! શા માટે ગભરાય છે! જે આ મહાપ્રભાવિક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સમક્ષ હું તને પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે “વિષયની કે અન્ય બીજા કેઈપણ પ્રકારની દુષ્ટ ઈચ્છાએ મેં તારૂં હરણ કર્યું નથી. પણ માત્ર તારે હાથે આ ભગવાનની દ્રષ્ટિસમુખ પારાનું મર્દન કરાવવું છે. તે માટેજ મેં તને અહીં આણી છે. બાકીતે તું મારે બહેન સમાન છે. માટે તારા મનના અન્ય સર્વે વિચારો દૂર કરી ભગવાનની આ પ્રતિમા સમક્ષ તું પારાનું મર્દન કર ! પ્રાત:કાળ થતાં પહેલાં હું તને તારા મહેલમાં પહોંચાડી દઈશ. માટે તું લેશ પણ ચિંતા રાખીશ નહી. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com