________________
( ૬૮ ) પ્રાત:કાળ પહેલાં એને પાછી મૂકી જતો હતે. અનુક્રમે છે મહિને એનું કામ સિદ્ધ થયું ત્યાં લગી તેણે મનમાં અતિ દુ:ખ પામતી શરીરે કૃશ થતી ચાલી. સાપે છછુંદર ગળ્યું તે ગળાય પણ નહી ને કઢાય પણ નહી. એ દુ:ખની વાત એનાથી ન તે બીજાને કહેવાતી ન તે પિતે એને ઉપાય કરવાને સમર્થ થતી.
શાલિવાહન રાજા પણ પોતાની પ્રિયાને કૃશ થતી જોઈને વૈદ્યો પાસે અનેક ઉપાય કરાવવા લાગ્યું, પણ જરાએ એથી ફાયદેથયે નહી. તેમ ધાસ્તીથી ચંદ્રલેખા કંઈ કહી શકતી પણ નહી.
એક દિવસે રાતના શાલિવાહન રાજા એકાએક જાગૃત થતાં જુવે છે તે શયામાં ચંદ્રલેખા નહોતી. રાજા એકદમ સાવધ થય ને જોયું તો પલંગમાં પશ્વિની નહોતી. જેથી એને ઘણું આશ્ચર્ય થયું. “ઓહ ! આટલી રાતે એ કયાં ગઈ હશે?” આમ તેમ બધે તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહી. જેથી રાજાને ઘણે ક્રોધ ચડ્યો ને નાગી તલવારે મહેલમાં એની શોધ કરવા લાગ્યા. “કે જે સપડાઈ જાય તો આ તલવારથી એને એના પાપનું પ્રાયશ્ચિત કરાવું –એના વ્યભિચારનું ફલ એને બતાવું.” પણ ચંદ્રલેખા તે સમયે મહેલમાં ક્યાંય પણ જણાઈ નહીં. રાજાએ પણ આખા મહેલમાં નીચે ઉપર, ખુણે ખાચરે, અને ઓરડાઓમાં શેષ કરવા માંડી પણ ક્યાંય એની ગંધ આવી નહીં. એવામાં પ્રાત:કાળ થવાથી પૂર્વ નાગાર્જુન ગુપ્ત રીતે ચંદ્રલેખાને પલંગ ઉપર સુવાડીને પલાયન થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com