________________
( ર૩૮) છું. તારી મેળવેલી સર્વે ઔષધિઓ સત્ય છે. પણ માત્ર એટલીજ ન્યૂનતા છે કે એ સર્વે ઔષધિની મેળવણું સાડી ચોખાના ધાવણમાં થવી જોઈતી હતી. સાઠી ચેખાના ધોવણમાં વાટી લેપ કરવાથી માણસ નિર્વિને આકાશમાં ગમન કરી શકે છે. ”
પાદલિપ્તસૂરિનાં વચન સાંભળીને વંદન કરતે નાગાન છે. “ ગુરૂ ! આપે આકાશગામીની વિદ્યા શિખવી એ માટે આપને આભાર માનું છું.” એમ કહી ગુરૂને ઉપકાર માન્ય.
નાગાર્જુન શરીરે નિરેગી થયે ને ગુરૂના કહેવા પ્રમાણે ઔષધિઓનું વિલેપન કરીને નિર્વિઘપણે આકાશમાં ગમન કરવા લાગ્યો. ગુરૂના ઉપદેશે એ ભેગી છતાં પરમાર્હત થયે અને ગુરૂની ભક્તિ નિમિત્તે સૈરાષ્ટ્રમાં શત્રુજ્ય પર્વતની તલાટી પાસે એણે પાદલિપ્તપુર નામે નગર વસાવ્યું જે આગળ જતાં પાલિતાણું એ નામે પ્રસિદ્ધ થયું.
વિનયવાન નાગાર્જુન એકાંત ગુરૂને ભક્ત હતો. પિોતે અખુટ બુદ્ધિનિધાન છતાં ગુરૂની આગળ એ લધુ થઈને રહેતો. જરીયે વિદ્યાને ગર્વ ગુરૂને બતાવતે નહી. ને એમની સેવા ભક્તિમાં એક નાના શિષ્યની માફક હમેશાં સાવધ રહેતે. એ વિનયનું ફલ એને તરતજ મલ્યું. ગુરૂએ પ્રસન્ન થઈને આકાશગામીની વિદ્યામાં અપૂર્ણ રહેલી શક્તિ પૂર્ણ કરી. પોતાના સ્વાર્થ પૂર્ણ થયા છતાં નાગાર્જુન આજકાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com