________________
( ૨૫૦ ) ભાવાર્થ–“ જગતમાં સર્વે પ્રાણીઓ પૂર્વે કરેલા શુભાશુભ કર્મને અનુસારે ફલ વિપાકને પામે છે. મનુષ્યથી અપરાધ અને ગુણે એ કર્મ અનુસારે જ થાય છે. બાકી અન્ય. તે નિમિત્ત માત્ર છે.”
એવા દુખમાં ધીરજ ધરતાં એને કેટલાક કાળ વહી ગયે. તેવારે નાગે આપેલા સ્વમાનુસાર વૈરોટયાને ગર્ભ રહ્યો. એ ગર્ભના પ્રભાવથી એને પાયસ-ક્ષીરનું ભજન કરવાને દેહદ ઉત્પન્ન થયે. પરન્તુ સાસુના ઉગ્ર રેષથી એને. દેહદ પૂરો થાય એમ નહોતું.
એક દિવસે એ નગરમાં નંદિલાચાર્ય નામના સૂરિ કેટલાક મુનિઓના પરિવારે ઉદ્યાનમાં આવીને ઉતર્યા. તેમને વંદના કરવાને વૈરેટયા ગઈ અને વંદના કરીને પિતાની સાસુ સાથે જે વિરોધ ચાલતું હતું તે કહી બતાવ્યું. એ જ્ઞાનીગુરૂ આગળ દુઃખ કહીને એણે હૃદયને હલકું કર્યું.
આ દુઃખી સ્ત્રી ઉપર કરૂણા ભાવ આણતાં સૂરિ બોલ્યા. હે બાળા! પૂર્વકૃત કર્મને દેષ છે. પૂર્વના વિપાકે ઉદયમાં આવતાં તે માણસે ધીરજથી સહન કરી લેવાં જોઈએ. પરંતુ કોલ કરીને એવધારવાં નહીં, ક્રોધ એ તે સંસારને હેતુ છે. એ કેપ સંસાર મહાતાપ, કલહ, સંતાપ વગેરેનું કારણ છે. એનાથી પુણ્ય અને પરલોક સ્વર્ગલોક નાશ પામે છે અને નરકાદિક દારૂણ દુઃખને પ્રાણીઓ પ્રાપ્ત થાય છે. માટે તારે તે સમભાવથી સવે સહન કરી લેવું.” ગુરૂ મહારાજે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
પારો
સહન કરી લેવા
એ કેસ