________________
(૨૫૬) વિદ્યાધર બાળા !” એમ ચિંતવતે એના રૂપમાં લુખ્ય થયેલ નાગ એની સામે ચાલ્યા આવ્યું. રાજકન્યાએ પણ કઈ દિવસ નહી જોયેલો એ મનમેહક પુરૂષ જે. જરીક ડરીને પાછી હઠી. મનમાં ગણગણું. “અરે! આ દેવસમી કાંતિવાળો કેણ પુરૂષ હશે.” ધીરજ ધરીને એણે સામે આવેલા પુરૂષને પૂછયું. “કઈ દિવસ નહિ જોયેલા એવા દેવસમી કાંતિવાળા તમે કોણ છે? મારી નિયમિત પૂજાનું ફલ આપવા કૈલાસથી ઉતરી આવેલા શું શંકર તે નહાય !”
પ્રિયે! હું એ કૈલાસને શંકર (મહાદેવ ) નહી કિત તારે શંકર (સુખને કરનાર) છું. તેમની કૃપાથી જગતમાં તું શીધ્ર પ્રસિદ્ધ થાય તેવું ઉત્તમ ફલ આપવાને હું વાસુકી નાગદેવ તારી પાસે આવ્યો છું. તેને તું પ્રિયપણે સ્વીકાર !” એ નાગદેવ વાસુકીએ રાગવશે કહ્યું.
તમે નાગદેવ છે, અને શ્રી શંકરને ઉદ્દેશીને મને ફલ આપવા આવ્યા છે તે ખુશીથી સ્વીકારું છું. જાણે એ ફલથી મારે હિતુ પૂર્ણ પાર પડે એવું હોવું જોઈએ.” બાળાએ કહ્યું.
“ તથાસ્તુ ! તારી મરજી માફક થશે.” નાગદેવે વરદાન આપ્યું. “તારા ગર્ભમાં જે પુત્ર થશે તે જગતમાં મેટે વૈદ્યશાસ્ત્રી અને રસકળાઓને જાણકાર થશે. પરંતુ એનું નામ તું સિદ્ધ નાગાર્જુન રાખજે.” વાસુકીનાગે એ પ્રમાણે વરદાન આપી એના ગર્ભના પિષણ માટે એને કેટલીક ઉત્તમ વનસ્પતિઓની ઓષધિઓ ખવરાવી નાગદેવ એની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com