________________
(૨૬૧ ) તક તે સમયે મળી. માને કે કુદરતે એને યારી આપી. હમણાં ભવિતવ્યતાજ ખુદ એને અનુકુળ થઈ હતી.
એક સાયંકાળને સમયે કેટલાક પૂજારીઓનિંદ્રામાં ઘેરતા હતા. બીજા કેટલાક રક્ષા કરનારા ગેરહાજર હતા. એ સમયે પિતે મંદિરમાં પ્રવેશ કરી આમ તેમ જોતાં કોઈને ન જેવાથી ગભારામાં પ્રવેશીને ભગવંતને એકદમ ઉપાડીને આકાશમાર્ગે ચાલ્યો ગયો. ને ખંભાતની નજીક સેઢીનદીને કાંઠે ખાખરાના વનમાં એક નિર્ભય સ્થાનક શોધી કાઢીને ત્યાં નિવાસ કરી લગવાન સ્થંભન પાશ્વનાથને પણ ત્યાં સ્થાપ્યા.
એવી રીતે નાગાન થંભન પાર્શ્વનાથની પ્રતિમા લાવવામાં તે ફત્તેહમંદ થયો. પણ આટલેથી એનું કાર્ય પતે એમ નહોતું. હજી એમની દષ્ટિ આગળ પારાનું મર્દન કરવાને એને પરિની સ્ત્રીની જરૂર હતી. એવી પવિની સ્ત્રી ક્યાં હશે એની એણે તપાસ કરવા માંડી. જેથી પ્રતિમાને ત્યાં કોઈ મુદ્દા સ્થાનકે પવને પદ્મિનીની શોધમાં નીકળી પડ્યો. આકાશમાગે ગમન કરતાં તે કોઈ સુંદરનગર જઈને ત્યાં ઉતર્યો અને લેકમાં પદ્મિની માટે પુછપરછ કરવા માંડી. જેથી લેકો તે એની મશ્કરી કરવા લાગ્યા. “કે ભાઈશ્રી પદ્મિની સ્ત્રી શોધવા નિકળ્યા છે. એમ પશ્વિની કાંઈ રસ્તામાં રખડતી નથી હોતી કે તમને ઝટ મળે. મહારાજ ! એવી પદ્મિનીનું ધ્યાન છેડી દઈને સ.
૧ કાંતિપુરનગરમાં બે હજાર વર્ષ સુધી પ્રતિમાજી રહ્યા પછી નાગાર્જુનઉપાડી ગયા. એવું ઉપદેશ પ્રાસાદમાં લખ્યું છે. તત્વ કેવલી જાણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com