________________
(૨૬૦ ) અવાર નવાર દેખરેખ રાખવા લાગ્યા કે જેથી રક્ષકોમાં જાગૃતિ રહે. એવી સ્થીતિમાં થોડા એક દિવસ પસાર થયા. ને એક નવીન બનાવ બન્ય.
હવે નાગાર્જુન યોગીની સ્વારી અહીંયા આવી પહોંચી. એણે મંદિરમાં આવીને ભગવંતનાં દર્શન કર્યા. ને પછી બધી તપાસ કરી તો રક્ષાને પાકો બંદોબસ્ત હોવાથી નાગાજુનને તત્કાળ ભગવંતને ઉપાડી જવાને સમય પ્રાપ્ત થયો નહી. જેથી નાગાર્જુન કપટપણે સેવકવૃત્તિ બતાવતે ત્યાં રહ્યો ને ભગવંતની ભકિત કરવા લાગ્યો. જાણે પોતે પણગી છતાં શુદ્ધ શ્રાવક હોય એમ ઉપરનો આડંબર બતાવતે સર્વેને વિશ્વાસ ઉત્પન્ન કરવા લાગ્યો. અવસરે સર્વે શ્રાવકો સાથે મીઠી મીઠી વાત કરી એમનાં ચિત્તરંજન કરતા હતા. એમના મગજમાં પિતા માટે માન અને વિશ્વાસ ઉત્પન્ન થાય એવા ભાવ પેદા કરતા હતા. એક બાજુએ તે પ્રભુને ભક્ત થઈને સર્વેનું પ્રીતિ પાત્ર, વિશ્વાસનું સ્થાનક બન્યો. બીજી તરફથી એની મીઠી મીઠી વાતમાં લોકો ભેળવાવા લાગ્યા. કેટલાક દિવસ એમ કરતાં પસાર થઈ ગયા. કારણ કે શ્રાવકે એની ઉપર વિશ્વાસવાળા થાય (એના અંતરમાં તે પ્રતિમાને હરણ કરવાની તાલાવેલી લાગેલી હતી) એ સમયનીજ તે રાહ જોતા હતા. લોકોનું ધ્યાન, રક્ષા કરનારનું ધ્યાન કયારે બેધ્યાન થાય અને પોતાને લાગ ફાવે એજ એ ખેલાડી નાગાર્જુનને ખેલ હતું. તેયે નાગા
ન ભાગ્યશાળી તે ખરે! કે આખરે એ સમય પણ આવી પહોંચે. નાગાર્જુનને ભગવાનને ઉપાડી જવાની અણમોલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com