________________
( ૨ ) ગુરૂને આશ્રય શોધી આત્માનું કલ્યાણ કરે.”લેકે એવી રીતે અનેક પ્રકારે નાગાજુનની મશ્કરી કરવા લાગ્યા. તેથી નાગાર્જુન એક વૃદ્ધ પુરૂષને ઉદ્દેશીને બોલ્યા કે હે વૃદ્ધ! આ યુવાનીયાઓ હું કરું છું તે જાણતા નથી તેથી જ મારી ચેષ્ટા કરે છે. તે હું સમજું છું.”
“ત્યારે આપ કેણ છે જરી ઓળખાણ આપશે કે!” એ વૃદ્ધ પુરૂષે કહ્યું.
પૃથ્વીને વિશે વાસુકી નાગને પુત્ર નાગાર્જુન જે કહેવાય છે તે હું પોતેજ છું.” એણે કહ્યું.
નાગાર્જુન નામ સાંભળતાં જ પેલો વૃદ્ધ પુરૂષ એની સ્તુતિ કરતે એના પગમાં પડ્યો. અને પોતાના અપરાધની ક્ષમા માગી, “હે મહારાજ ! અજ્ઞાનથી થયેલે અમારો અ૫રાધ ક્ષમા કરે !”
એ વૃદ્ધ પુરૂષને અનુસરીને યુવાનીઆઓએ પણ પોતાના અપરાધની ક્ષમા માગી. કેમકે નાગાર્જુનની ચમત્કારિક શક્તિએની વાત એમણે સાંભળી હતી. આજે પ્રત્યક્ષ આકાશમાંથી ઉતરતાં એને એ લોકોએ જોયું હતું. હવે જાણું જોઈને સિંહના મેંમાં કે હાથ નાખવા જાય. જગત તો ચમત્કારને નમસ્કાર કરતું આવ્યું છે. બળીયાને સૌ કેઈ નમીને ચાલે છે. જેથી નાગાર્જુનને ગુસ્સે કર્યો એમને પાલવે એમ ન હતું જેથી સર્વેએ ખમાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com