________________
( ૨૫૭ )
સ્વેચ્છાપૂર્વક ભાગ લેાગવીને પોતાને સ્થાનકે ચાર્લ્સે ગયા. અને દેવની શક્તિથી ખાળા ગર્ભવતી થઇ. પૂર્ણ માસે ક્ષેાપલાએ સુ ંદર પુત્રના જન્મ આપ્યા. એનુ નામ એણે નાગાર્જુન રાખ્યું. બાળપણામાં એ ઘણી કળાઓ શીખ્યા. છતાં રસવિદ્યાને એને કુદરતી શાખ થયા. જેથી એને વૈદ્યવિદ્યાના અભ્યાસ કરવા માંડ્યો. અનેક પ્રકારની વનસ્પતિયાના ગુણદોષ જાણી તેને અનુભવી થયા. તેમજ જે જે નવીન કળા એના સાંભળવામાં આવતી એના એ અભ્યાસ કરીને શીખી લેતા. અનુક્રમે તે સમસ્ત ભરતખંડમાં મુસાફ઼ી કરીને જેટલી રસાયણ વિદ્યા એના જાણવામાં ને જોવામાં આવી તે બધી એણે શીખી લીધી. અને પૃથ્વી ઉપર એ સિદ્ધ એ નામે પ્રસિદ્ધ થયા.
આટ આટલું શીખવા છતાં એને કળાની તૃપ્તિ થઇ નહી. જેથી નાગાજી ને જૈન માર્ગમાં પ્રખ્યાત થયેલા અને આકાશગામી વિદ્યાના પારંગામી એવા પાદલિપ્તસૂરિને ગુરૂ તરીકે ધાર્યા, અને એમની સેવા કરવાવડે આકાશગામીની વિદ્યા નાગાર્જુને આચાય પાસેથી કેવી રીતે મેળવી તે આપણે પહેલાં જોઇ ગયા છીએ.
અનુક્રમે દક્ષિણદેશમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં શાલિવાહન નામે પરાક્રમી રાજાના નાગાર્જુન ગુરૂ થયા. જેવા એ કળા વિશારદ હતા તેવાજ એ ધૃત્ત પણ હતા. જોગીના વેશ છતાં એ અનેક પ્રકારની રસ સિદ્ધ કરતા હતા. છેલાં
સ્વ. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com