________________
( ૨૫૨) કઈ વૈરના સંબંધથી વૈચ્યા વહુને તે નઠારંજ અન્ન ખાવાને મલ્યું.
તે નઠારૂં અન્ન વહુએ ખાધું ન ખાધું કરીને થાળીમાં ઢાંકેલું પાયસન્ન સાસુ ને જાણે એમ છાનેમાને લઈ લીધું. અને ઘડામાં નાખી તે પાણી ભરવાને નદી કિનારે પાણી ભરવા ચાલી. ત્યાં ઘડે મૂકીને પોતે હાથપગ ધોવાને નદીમાં ગઈ એટલામાં પાતાલવાસી અલિંજર નામના નાગની પત્નીને ક્ષીરાજને દેહદ થવાથી તે શોધવાને પૃથ્વી ઉપર આવી. અનુક્રમે શોધતી શોધતી ત્યાં આવી ચડી. તે વૃક્ષની નીચે રહેલા ઘડામાં ક્ષીર જોઈને તે બધી ખાઈ ગઈ. તરતજ જે માગે આવી હતી તે માર્ગે પસાર થઈ ગઈ. હવે વૈચ્યા હાથપગ ધાઈને ઘડા પાસે આવી ઘડામાં જુએ છે તો ક્ષીરાન્ન ન મળે, તેમ છતાં એણે મનમાં જરા પણ શેક કે ગુસ્સો ન કર્યો. એક શબ્દ પણ અણજુગતે બોલી નહી. માત્ર એટલું જ બોલી કે“જેણે આ પાયસાન્ન ખાધું એને મને રથ સફલ થાઓ !” એવી આશિષ આપી. એ આશિષ વૃક્ષની એકે સંતાયેલી ના ગપત્નીએ સાંભળી. પછી પિતાના ભુવનમાં જઈને પિતાના પતિને સર્વે હકીકત કહી સંભળાવી. આ તરફ વૈચ્યા પણ ભવિતવ્યતાને વિચાર કરતી પાણીનું બેડું ભરીને પિતાને ઘેર ગઈ
તેજ રાતના વેરેવ્યાની પાડે શણને એ નાગપત્નીએ સ્વનામાં દર્શન આપ્યું ને કહ્યું કે-“હું અલિંજર નાગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com