________________
(૨૪૬ ) “ભલે તમે યે. અને તમારું ઈચ્છિત પરિપૂર્ણ થાઓ!” એમ બેલતાં શિષ્ય શેઠાણને એ ગુરૂનું શરણુજલ આપી દીધું. શેઠાણી એ જલ પીગયાં અને પછી ગુરૂને ઉપાશ્રયમાં વંદન કરવાને આવ્યાં. વંદન કરી સુખશાતા પૂછી ઉભા રહ્યાં તે સમયે જ્ઞાનના પ્રભાવથી જાણુંને ગુરૂ બોલ્યા. “શેઠાણું ! તમારે પહેલે પુત્ર તમારાથી દશ જોજન દૂર રહેશે. અને નવ છોકરા મોટી સમૃદ્ધિના ભતા થશે.” શેઠાણીએ ગુરૂની ભવિષ્યવાણી સાંભળી.
પ્રભો ! મારે જે પ્રથમ પુત્ર થશે તે હું આપને આપી દઈશ.” શેઠાણીએ કહ્યું.
શેઠાણી ઘેર આવ્યાં. કાળે કરીને શેઠાણીને ગર્ભ રહ્યો. ને નાગે આવીને સ્વમામાં દર્શન દીધું જેથી પૂર્ણ માસે પુત્રને જન્મ થતાંજ એનું નાગેંદ્ર સ્વપ્રથી સૂચિત નાગે એવું નામ પાડયું. પત્નીની અનુમતિથી શેઠે ગુરૂને એ વાત નિવેદન કરી તેવારે ગુરૂએ કહ્યું કે “એ પુત્ર હાલમાં અમારે માટે તમારેજ ઉછેરીને માટે કરો.” ગુરૂનું વચન સાંભળીને શેઠ ઘેર આવ્યા ને પત્નીને તે સમાચાર આપ્યા. તે પછી નાગેન્દ્ર અનુક્રમે લાલન પાલન કરાતે વૃદ્ધિ પામવા લાગ્યો. જયારે તેને સાત વર્ષ પુરાં થયા ને આઠમા વર્ષમાં આવ્યો ત્યારે શેઠે એને સૂરિજીને અર્પણ કર્યો. આઠ વર્ષની ઉમરના નાગેન્દ્રને સૂરિએ દીક્ષા આપી. અને મંડન નામના ઉપાધ્યાયને ભણવા માટે સેં. નાની વયમાં જ એ નાગૅદ્ર ગુરૂ-ઉપાધ્યાયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com