________________
| ( ર૪૫) કરવા માંડયું. થોડા દિવસ ગયા એટલે આઠમા ઉપવાસને અંતે વૈરૂટ્યા દેવી એની ભક્તિથી પ્રસન્ન થઈને કહેવા લાગી કે “હે વત્સ ! શા માટે મને સંભારી? તારી જે ઈચ્છા હોય તે કહે!”
“દેવી ! મારે એક પુત્રની ઈચછા છે તે આપ !” શેઠે પુત્રની માગણી કરી.
પુત્રને માટે તેને એક ઉપાય બતાવું તે સાંભળ! વિદ્યાધર વંશમાં કાલિકાચાર્ય નામે પ્રખ્યાત સૂરિ થયા. એમના શિષ્ય નાગહસ્તિસૂરિ હાલમાં આ નગરમાં આવેલ છે. એ મહા પ્રભાવિક કે જેના ખેલ-કફ વગેરે પણ ઔષધિપણાને પામેલા છે. તેમના ચરણનું ચરણોદક જે તારી સ્ત્રી પી જાય તે અવશ્ય તેને પુત્ર ઉત્પન્ન થાય.” એવું વરદાન આપીને વૈરૂટ્યાદેવી અદ્રશ્ય થઈ ગયાં. દેવીના વચનથી ખુશી થતા શેઠ પોતાના ઘેર આવ્યા ને એ સર્વે હકીક્ત શેઠાણને કહી સંભળાવી. એટલે શેઠાણી પ્રતિમાણા નાગહસ્તિસૂરિના ઉપાશ્રયે ગુરૂનું ચરણદક પીવાની ઈચ્છાએ ગયાં. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ ગુરૂને એક શિષ્ય શેઠાણને સામે મળે. એને શેઠાણીએ પૂછ્યું. “હે મુનિ! તમારા હાથમાં આ શું છે?”
“આ ગુરૂનું ચરણાદક છે. પરઠવવાનું છે.” શિષ્ય કહું.
એ ગુરૂનું ચરાદક હોય તો મને આપે ! ”શેઠાજીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com