________________
(૨૪૧ ) હેવાથી એણે પિતાને કહ્યું કે, “હે પિતાજી! એક દિવસ અમારે ગુરૂ શિષ્યને પૃથ્વી ઉપર રહેલા સર્વે દેવાદિક સંબધે વાદ વિવાદ ચાલતો હતો. એમાં ગુરૂને મુખે મહાપ્રભાવવાળી પાર્શ્વનાથની પ્રતિમા અદ્યાપિ પણ જગતમાં છે એમ સાંભળ્યું છે. ગુરૂના ઘણા શિષ્ય એ પ્રતિમા મેળવવાનો પ્રયત્નમાં નિષ્ફળ જવાથી મેં એ પ્રાપ્ત કરવાની ઉત્કંઠાથી બીડું ઝડપ્યું છે. માટેજ આપને પૂછું છું કે એ પ્રતિમા ક્યાં છે !” નાગાર્જુને વાતને ગોઠવી કાઢીને કહી સંભળાવી.
નાગાર્જુનની હિંમત જોઈ એને પિતા એના ઉપર પ્રસન્ન થયા. અને જણાવ્યું કે “પૂર્વે રામ લક્ષમણ પછી દ્વારિકામાં એ પ્રતિમા શ્રી કૃષ્ણ વાસુદેવ લાવ્યા હતા. ને પોતે તથા સમુદ્રવિજ્યાદિક રાજાઓ એમને પૂજતા હતા. કેટલાક સમય એવી રીતે એ પ્રતિમા ત્યાં પૂજાણું ને છેવટે દ્વારિકાના દાહ સમયે અધિષ્ઠાયકની મરજીથી એ પ્રતિમા સમુદ્રમાં પધરાવવામાં આવી. ઘણે કાલ સમુદ્રમાં વરૂણુ તથા નાગકુમારોથી પૂજાતી હમણું તે પાછી પૃથ્વી ઉપર આવી છે.” નાગદેવતાએ કહ્યું.
કઈ જગ્યા એ છે ? ક્યાં છે?” પુત્રે ઉત્સુકતાથી પૂછયું.
પૂર્વે કાંતિપુરનગરના શ્રેષિ ધનપતિ સાર્થવાહનું બહાણ વ્યાપાર માટે દેશાવર જતું ત્યાં આવતું અટકી ગયું. સમુદ્રમાં
સ્પં. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com