________________
( ૧૨૭ )
અયવસ્યાય એમને ઉત્પન્ન થયા. જેથી કૃષ્ણ કાપથી આકુળ વ્યાકુળ થયા છતાં વિવેક ભ્રષ્ટ થઈ ગયા. “ અરે ! વિશ્વમાં અદ્વિતીય વિજય મેળવનાર એવા હું કે જેના દેવતા કે મનુષ્યા ફાઇ પણ પરાભવ કરવાને શક્તિમાન ન હતા. તેને દ્વેપાયને કેમ માઠી અવસ્થાએ પહોંચાડયા ! હા એ દુષ્ટ જો અત્યારે મારી નજર આગળ હેય તા જરૂર હું એને મારી નાખું. મારા જેવા પરાક્રમી આગળ એ તુચ્છ દ્વૈપાયન કાણુ માત્ર છે વળી મારાથી નાશ પામતા એ દ્વૈપાયનનુ રક્ષણ કરવાને જગતમાં ખીજો કોઇ સમર્થ છે ? હા ! એ દુષ્ટે મને કેવા હાલ હવાલ કરી નાખ્યા. ” એક તરફ તૃષાની આકરી વેદના વાસુદેવને હેરાન કરતી હતી. બીજી તરફ ખાણુની પીડા એમને અસહ્ય થતી હતી. અસંખ્ય માણસેાના પિરવારવાળા અત્યારે મૃત્યુ શૈયા ઉપર એકલાજ સુતા હતા. આવ્યા ત્યારે પણ એકલાજ હતા. જાવાને વખતે પણ સંસારમાં એ વિશ્વ વત્સલ પુરૂષ એકલાજ હતા. અત્યારે રૌદ્ર ધ્યાનમાં તત્પર થઇને, દ્વેપાયન ઉપર મનમાં અતિ ક્રોધ કરતા વાસુદેવ જલ જલ કરતા એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને આ દુન્યામાંથી હંમેશને માટે કુચ કરી ગયા. શુભાશુભ કરેલા કર્માના હિસાબ ચુકવવાને પર લેાકને માર્ગે પ્રયાણ કરી ગયા. એ ખળભદ્ર જળ લઇને આવે તે પહેલાંજ હાર મૃત્યુ પામી ગયા. ભયંકર યુદ્ધોમાં શત્રુઓના અનેક પ્રહારો જીલનારા કૃષ્ણ માત્ર જરા કુમારના નજીવા માણુના આઘાતથી હુમેશને માટે મૃત્યુની શય્યા ઉપર સુતા જ રહ્યા. કૃષ્ણના નામને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com