________________
( ૧૩૫) હોય છે તે અવશ્યમેવ બન્યાજ કરે છે. આપણા વિશાળ યાદવકુટુંબમાં માત્ર હવે તમે એકજ બાકી છે. માટે ચિરકાલ પર્યત જીવોને અહીંથી ચાલ્યા જાઓ. કેમકે જે રામબલભદ્રઅહીંયાં આવી પહોંચશે તે આ કૃત્ય જાણીને તમને અવશ્ય મારી નાખશે. માટે આ મારૂં કસ્તુક્ષરત્ન નિશાની તરીકે લઈને તમે પાંડ પાસે જાવ અને સર્વે વૃત્તાંત તેમને સંભળાવજે. તેઓ જરૂર તમને મદદ કરશે. અહીંથી જાવ તો અવળે પગલે જજે કે જેથી રામ તમારાં પગલાં શોધતા આવી શકે નહી. મારા વચનથી સર્વે પાંડને ખમાવજે.” એવી રીતે શ્રીકૃષ્ણની સમજાવટથી જરાકુમાર એમની પાસેથી કૈસ્તુભરત્ન લઈને કૃષ્ણના ચરણમાંથી પિતાનું બાણ ખેંચી કાઢીને ત્યાંથી પાંડુ મથુરા ચાલ્યા ગયા.
જરાકુમારના ગયા પછી એકલાં પડેલા કૃષ્ણ વનમાં ચરસુની વેદનાથી આકુળ વ્યાકુળ થવા લાગ્યા. કેવું પરિવર્તન જગતમાં આજસુધી અદ્વિતીય સત્તા ભેગવનાર હવે અલ્પ સમયને મેમાન હતો ને જગત ઉપર સ્વતંત્રપણે હુકમત વિશાળ વૈભવ દીઘ કાળ પર્યત ભેગવી હતી. તે દુનિયાને ત્યાગ કરવાને સમય હવે નજીક આવ્યું હતું સમૃદ્ધિવાળા કૃષ્ણ અને અત્યારના કૃણ એના એ જ હતા પણ સમય બીજો હતા. એ સમર્થ કૃષ્ણ પાસે મૃત્યુને સમયે અત્યારે કોઈ નહોતું. ત્રખંડ ધરતી ઉપર એશ્વર્ય જોગવનાર વનમાં અત્યારે શ્રીકૃષ્ણ એકલાં જ હતા. અરે! છાયાની માફક હંમેશાં સાથે રહેનાર બલભદ્ર પણ અત્યારે અલગ થયા હતા. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com