________________
કૃષ્ણ અને કૃષ્ણ યુદ્ધ"દનાં પૂછે
(૧૫૯) માણસ મોકલ્યું. બલભદ્ર આવ્યા એટલે વસુદેવે એને ખાનગીમાં સર્વે હકીક્ત સમજાવી શિખામણ આપી નંદને ત્યાં એને પણ પુત્રપણે અપર્ણ કર્યો.
દશ ધનુષ્ય (ચાર હાથનું ધનુષ્ય) ઉંચા શરીરવાળા કૃષ્ણ અને બલરામ સાથે રમતા એમને ગાઢ પ્રીતિ થઈ. બલરામની પાસે કૃષ્ણ યુદ્ધની સર્વે કળાઓ શિખ્યા, રમતાં રમતાં કેશવ-કૃષ્ણ મદેન્મત્ત બળદનાં પૂછ પકડીને એને સ્થંભાવતા. રામ નાના બંધુનું પરાક્રમ જાણતા હોવાથી તે જોયા કરતા ને એમને અટકાવતા. કઈ વખતે ગોપીઓ સાથે કીડા કરી રાસલીલા રમતા ને બંસી વગાડતા, બંસીના એ મીઠા નાદમાં સર્વ કઈ એકચિત્ત થતાં, તે કઈ વખતે નૃત્ય કરતા, બાલકને ગ્ય લીલા કરતાં કૃષ્ણ તે બળરામ સાથે સુખમાં દશ વર્ષ વીતી ગયાં.
એ અરસામાં સાર્યપુરમાં સમુદ્રવિજય રાજાને ત્યાં શિવાદેવી રાણ થકી ચિદ સ્વને સૂચિત કૃષ્ણવર્ણવાળા અને શંખ લાંછનયુક્ત પુત્રને જન્મ થયો. પિતાએ નેમિ એવું એમનું નામ રાખ્યું, એ નિમિત્તે વસુદેવે પણ મથુરામાં મોટે ઓચ્છવ કર્યો.
એક દિવસ નાક છેદેલી કન્યા જોઈને કંસ ચમક્યા.
૧ હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, કુલની માળા, ચક, સર્ય, ધજા, કુંભ, પઘસરોવર, સમુદ્ર, વિમાન, રત્નને ઢગલે ને અગ્નિ એ ચાદ સ્વપ્ન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com