________________
ખંડ ૪ થો.
– –
પ્રકરણ ૧લું. પાદલિતાચાર્ય –
દસ વર્ષની ઉમ્મરના પાદલિપ્ત સૂરિ વિદ્યાધર વંશમાં થયેલા કાલિકાચાર્યના પરિવારમાં નાગતિ સૂરિના શિષ્ય હતા. એ નાગહસ્તિ સૂરિની કૃપાએ આકાશગામિની વિદ્યાને પામેલા દશ વર્ષના પાદલિપ્ત સૂરિ હંમેશાં શત્રુંજય ગિરિનારાદિ પંચતીર્થની યાત્રા કરતા હતા. રસ વિરસ ભેંજન કરતા એ સૂરિ મોટા પ્રભાવવાળા થયા.
એક વખત એ સૂરિ વિહાર કરતા કરતા પાટલીપુત્ર નગરમાં આવ્યા. ત્યાં તે સમયે મુફંડ નામને રાજા રાજ્ય કરતો હતે. સેંકડે મોટા મોટા પંડિતે એનો પગાર ખાતા હતા. તેમણે સાંભળ્યું કે જેમાં પ્રખ્યાત થયેલા આચાર્ય પાદલિત સૂરિ નગરને સિમાડે આવીને ઉતર્યા છે. એ ઉમ્મરે નાને છતાં વિદ્યાએ કરીને ગરિષ્ઠ છે તે એમની પરિક્ષા કરવી જોઈએ એ વિચાર કરી પાટલીપુત્રના પંડિતાએ રાજાની અનુમતિ લઈને એક સેનાના કોળામાં થીજેલું ઘી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com