________________
( ર૩ર) ભરીને આચાર્યની પાસે મોકલ્યું. આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ થીજેલા ઘીથી ભરેલું કાળું જોઈને વિચારમાં પડ્યા. છે કે નકકી પંડિતે અને રાજાએ મારી પરીક્ષા માટે આ મેલેલ છે તે એમને ચમત્કાર બતાવ જોઈએ.એમ વિચારી એ થીજેલા ઘીમાં બાવળીયાની એક ભેટી શૂળ ઘંચીને તે કાળું રાજદરબારમાં પાછું મેકલ્યું. ઘીમાં મોટી શૂળ ઘેચેલી જેઈને પંડિતોએ જાણ્યું કે “એ મહા સમર્થ છે. આપણું હદય એમણે પારખી લીધું. ” પંડિતની સલાહથી રાજાએ વાજતે ગાજતે સામૈયું કરી સૂરિને નગરના ઉપાશ્રયમાં લાવ્યા.
એક દિવસ મુરૂંડ રાજાએ ઘીમાં શૂળ ઘાલીને વાડકી પાછી મેકલવાનું ગુરૂને કારણ પૂછ્યું એના જવાબમાં ગુરૂએ જણાવ્યું કે-“તમારો વાડકીમાં ઘી ભરીને મોકલવાને આશય એવો હતો કે મારૂં નગર પંડિતથી ઉભરાઈ જાય છે. માટે વિચાર કરીને આવજે. તેના જવાબમાં શૂળ ઘંચીને મેં જણાવ્યું કે “જેમ ઘીની વાડકીમાં શૂળ પાધરી ઉતરી જાય છે તેમ હું પણ પંડિતેના અંતઃકરણમાં પ્રવેશ કરીશ.” રાજા આ ગુરૂને ચમત્કારિક પ્રભાવ જોઈને ઘણે ખુશી થયે. ને તેમને પોતાના ગુરૂ કરીને માન્યા.
કેટલાક સમય પછી મુફંડ રાજાને શૂળને રોગ થય. વૈદ્યોની દવા એમને અસર કરી શકી નહી, દરેક વૈદ્યોએ હારી
ને રાજાની ચિકિત્સા કરવી છેડી દીધી. તે સમયે નિરૂપાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com