________________
( ૨૩૩ )
થયેલા મંત્રી મંડલની વિન ંતિથી પાદલિપ્ત સૂરિએ રાજાના એ ભંયકર રાગ ક્ષણમાત્રમાં મટાડી દીધા.
રાજાના રોગની આ પ્રમાણે શાંતિ થવાથી સૂરીશ્વરની પ્રખ્યાતિ અધિકપણે થઇ એકતા વિદ્વત્તાથી એમણે એ નગરમાં પેાતાના વિજ્યસ્થભ રાખ્યા હતા. એમનાં વ્યાખ્યાન સાંભળવાને ઉપાશ્રયમાં કે મ્હોટી સભાઓમાં માણસાની અસાધારણ ભીડ થતી હતી. લેાકેા એમની વિદ્નેત્તાનાં ઘણાં વખાણુ કરતા હતા. એવા એ આચાય જ્યાં જતા ત્યાં પેાતાના અતિશયે કરીને પ્રભાવિક પણે પૂજાતા હતા.
,,
એક દિવસ રાજાએ સભામાં સૂરિજીને કહ્યું કે “ વિનય તે રાજકુલમાંજછે. ” એ જવાબમાં સૂરિજીએ કહ્યું કે “ નહી, ગુરૂકુળમાં છે. ’
tr
તેની પરિક્ષા કરવાને ગુરૂએ રાજાને કહ્યું કે આપના પરમભક્ત રાજપુત્ર હાય તેને ખેલાવા અને આજ્ઞા કરી કે “ગંગા પૂર્વ ભણી વહે છે કે પશ્ચિમ ભણી ?’’ તેની તપાસ કરી સત્વર ખબર આપેા. રાજાએ એ મુજબ રાજપુત્રને આજ્ઞા કરી. રાજપુત્ર રાજાની આજ્ઞા સાંભળી તરતજ જવામ આપ્યા કે હે સ્વામી ! એમાં તપાસ શી કરવાની હતી, માલક પણ જાણે છે કે ગંગા પૂ વાહિની છે. મેં પણ પૂર્વ માં પ્રવાહિત થતી જોઈ છે.’ રાજપુત્રના જવાબ સાંભળીને રાજા માન રહ્યો.
તેપછી સૂરિએ પોતાના એક સાધુને ગંગાના પ્રવાહની તપાસ કરવાને મેકલ્યા. સાધુએ ગ ંગા નદીના કાંઠે જઈનેપ્રવાહૅમાં દંડ નાખીને તપાસ કરી કે ગંગા પૂર્વવાહિનીજ છે. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com