________________
( ૨૦ ) પુત્ર અશોક મગધના તખ્ત ઉપર આવ્યા. એ સમયમાં ભારતવર્ષમાં મગધનું તખ્ત સાર્વભૌમ ગણાતું હતું, અશકે પિતાના પત્ર સંપ્રતિને બાલ્યાવસ્થામાં જોગવવાને અવંતિઉજજન આપ્યું હતું. ત્યાં રહી એ બાલકુમાર રાજ્યકીડા કરતો હતો. અહીંયાં એને આર્ય સુહસ્તિસ્વામીને મેલાપ થયા. સંપ્રતિએ સૂરિને પોતાના ગુરુ તરીકે સ્થાપ્યા.
વીર સંવત ૨૯૧–૨૯૨ માં સુહસ્તિસ્વામી, સુસ્થિત અને સુપ્રતિબદ્ધને ગચ્છનો ભાર ભળાવી સ્વર્ગે ગયા. એમણે સુરિમંત્રનો ક્રેડવાર જાપ કરવાથી આજ સુધી વીર ભગવાનના સાધુઓ નિગ્રંથ કહેવાતા તે હવે કટિકગચ્છને નામે એાળખાવા લાગ્યા. અર્થાત્ નિર્ચથગચ્છનું નામ કોટિકગ૭ પડયું. સુસ્થિતને સુપ્રતિબદ્ધ એ મહાવીરના નવમા પટ્ટધર થયા.
વીર સંવત ૩૦૫ માં અશોકના મૃત્યુ પછી સંપ્રતિ સાર્વમત્વ રાજ્ય પામીને ભારતેશ્વર થયે. ઉમાસ્વાતી વાચક આ સમયમાં થયા હોય એમ સંભવે છે.
સુસ્થિત અને સુપ્રતિબદ્ધની પાટે ઈંદ્રદિનસૂરિ થયા તે મહાવીરની ૧૦ મી પાટે થયા છે. એ અરસામાં વીર સંવત ૩૨૭ માં સંપ્રતિ રાજાનું મૃત્યુ થતાં મર્યવંશનો નાશ થયે અને મગધની ગાદી પુષ્પમિત્રના હાથમાં આવી.
ઇંદ્રદિસૂરિની પાટે દિન્નસૂરિ થયા. તેમની પાટે વજા. સ્વામીના ગુરૂ અને મહાવીરના બારમા પટ્ટધર સહગિરિ સ્વામી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com