________________
(૨૨૮) ગયા. એ સ્થૂલિભદ્ર યુગપ્રધાન થયા. સ્થૂલિભદ્ર પૂર્વમાં છેલ્લા ચાર પૂર્વધારી થયા.
શ્રી મહાવીર સ્વામી પછી એમના બે પટ્ટધર સુધમસ્વામી ને જબુસ્વામી કેવળપદવી પામી મુક્તિમાં ગયા ને પ્રભવસ્વામી, શય્યભવસ્વામી, યશોભદ્રસૂરિ, સંભૂતિવિજય, ” ભદ્રબાહુ ને સ્થલિભદ્ર એ છ યુગપ્રધાને શ્રુતપૂર્વ ચિદપૂર્વના જાણ થયા. જંબુસ્વામીથી જેમ કેવલજ્ઞાનને નાશ થયે તેમ સ્થૂલિભદ્રથી વૈદપૂર્વને વિચ્છેદ થયે.
એમણે વીર સંવત ૧૭૯ માં આર્ય મહાગિરિને દીક્ષા આપી. તે સિવાય આર્ય સુહસ્તિ નામે બીજા શિષ્ય પણ હતા. આ બે શિખે એમના પરિવારમાં મુખ્ય હતા.
સ્થૂલિભદ્ર સ્વામી વીર સંવત ૨૧૫ મા (૨૧૯ મતાંતરે) વર્ષે આર્ય મહાગિરિને ગચ્છનો ભાર સોંપીને સ્વર્ગમાં ગયા ને આર્ય મહાગિરિ યુગપ્રધાન થયા.
આર્યમહાગિરિ પણ આર્ય સુહસ્તિને પટ્ટધર સ્થાપીને પિતે જનકલપીની તુલના કરતા વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સં. ૨૪૯ મે વર્ષે ગજેન્દ્રપુરમાં આર્યમહાગિરિ સ્વર્ગે પધાર્યા ને ગચ્છનાયક શ્રી આર્ય સુહસ્તિ સ્વામી થયા. એ મહાવીરના આઠમા પટ્ટધર થયા. સંપ્રતિરાજાના એ ગુરૂ હતા.
- નવમા ધનનંદને જીતીને ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મગધેશ્વર ભારતેશ્વર થયો હતો. તેની પછી એને પુત્ર બિંદુસાર વીર સંવત ૨૩૫ માં મગધેશ્વર થયે. ને ૨૬૩માં બિંદુસાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com