________________
(૨૨૬) પાલકના રાજ્યને નાશ થયે અને મગધની ગાદી ઉપર આવેલા નવનંદની આણ વર્તાઈ-એ ગાદી ખાલસા થઈ.
મહાવીર પછી ૬૪ વર્ષે જંબુસ્વામી મોક્ષે ગયા અને ત્યારથી આ ભરતક્ષેત્રમાંથી મુક્તિનો માર્ગ બંધ થઈ ગયે. તે સમયથી મુક્તિને એગ્ય જે દશ વસ્તુઓ પહેલું સંઘયણ, પ્રથમ સંસ્થાન, કેવલજ્ઞાન, કેવલદર્શન, પરમાવધિ, મન:પર્યવ, ક્ષાયકચારિત્ર આદિ વિચ્છેદ થઈ ગઈ. પ્રભવ સ્વામીએ જે વરસમાં જ બુસ્વામીનું નિર્વાણ થયું તે જ વર્ષમાં શäભવસ્વામી નામના બ્રાહ્મણને દીક્ષા આપી, જે બીજા યુગપ્રધાન થયા.
મહાવીર સ્વામી પછી ૭૦ વર્ષે શય્યભવસૂરિને ગચ્છની ચિંતા ભળાવી પ્રભવસ્વામી સ્વર્ગલેકમાં ગયા. શ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પાટે થયેલા શ્રી રત્નપ્રભસૂરિએ ઉપકેશ પટ્ટણમાં મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી તેમ જ ઓશવાલ અને શ્રીમાલીની પણ તે જ અરસામાં તેમણે સ્થાપના કરી. કેરેટા ગામમાં પણ શ્રી મહાવીરની સ્થાપના કરી. તે પછી પાંચ વર્ષ વહી ગયાં એટલે ૭૫ વર્ષે શäભવસૂરિ યુગપ્રધાન થયા. એમણે પોતાના બાળપુત્ર મનકના આત્મકલ્યાણ માટે સિદ્ધાંતમાંથી આચાર વિચારના સાર રૂપ દશવૈકાલિક સૂત્ર બનાવ્યું, વીર પછી ૮૪ મેં વર્ષે યશોભદ્રને દીક્ષા આપી.
ભગવંતના નિર્વાણને અઠ્ઠાણું વર્ષ ગયાં એટલે શય્યભવસ્વામી યશોભદ્રસ્વામીને ગચ્છને ભાર ભળાવી સ્વર્ગલેકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com