________________
( રર૫), ને બીજે દિવસે પ્રાત:કાળે ગોતમ ગણધરને કેવલજ્ઞાન થયું. ને શ્રી મહાવીરના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામી થયા. ભગવંતે ગચ્છની સર્વે ભલામણ એમને કરી હતી. એ જ અરસામાં સુધર્માસ્વામીએ જંબુકુમાર અને પ્રભવસ્વામીને પર૭મનુષ્ય સાથે દીક્ષા આપી હતી.
એતિહાસિક દષ્ટિએ શ્રી મહાવીર સ્વામીના સમયમાં અવંતીની ગાદી ઉપર ચંડપ્રદ્યોત રાજા હતા. તેની ગાદી ઉપર એના પિત્ર પાલકને લગભગ એ જ સમયમાં રાજ્યાભિષેક થયે. પાંચમા આરાની શરૂઆતમાં મગધ દેશની ગાદીઉપર બિંબિસાર-શ્રેણિકનો પ્રખ્યાત પુત્ર અજાતશત્રુ (અશોકચંદ્ર) રાજાને પુત્ર ઉદાયી રાજા હતો.
શ્રી મહાવીર પછી બાર વર્ષે ગતમસ્વામી મેક્ષે ગયા. અને તેજ વર્ષમાં સુધર્માસ્વામીને કેવલજ્ઞાન થયુંને જંબુસ્વામી સુધર્માસ્વામી પછી બીજા પટ્ટધર થયા. જંબુસ્વામી ગ૭ની ચિંતામાં પડયા. સુધર્માસ્વામી મહાવીર પછી વીશ વર્ષે મેક્ષે ગયા. ને એકવીશમા વર્ષે જંબુસ્વામીને કેવલજ્ઞાન થયું. ૬૪ મેં વર્ષે તે મોક્ષે ગયા.
મહાવીર સ્વામી પછી લગભગ ૪૪ વર્ષે પ્રભવસ્વામી યુગપ્રધાન થયા. અને ૭૦ વર્ષે પ્રભવસ્વામી સ્વર્ગલોકમાં ગયા. છેલ્લા કેવલી જંબુસ્વામી થયા.
મહાવીર પછી ૬૦ મેં વર્ષે અવંતીની ગાદી ઉપર રહેલા સ્થ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com