________________
( ૧૫૮ ) તે દોરડી એક ખાંડણીઆ સાથે બાંધી તેના ભાગી જવાથી બીતી બીતી જસદા પાડેસીને ઘેર ગઈએટલામાં સૂર્ય વિદ્યાધરનો પુત્ર એને મારવા આવ્યા તે એ પોતે જ મરી ગયે. એવામાં નંદ યશોદા સહિત ઘેર આવ્યા. તેમણે ધુળથી ભરેલા કૃષ્ણને જોયા. બધા વાળાએ ઉદર-પેટ ઉપર કૃષ્ણને દેરડી બાંધેલી હેવાથી દાદરને નામે એને બોલાવવા લાગ્યા, બાલુડી અવસ્થામાં એ કૃષ્ણ શેવાળ અને ગોપાંગનાઓને બહુ જ વલ્લભ થયા. કૃષ્ણ રમત કરતાં દહીનું મંથન કરવાની ગોળીમાંથી ગોવાળોનું માખણ ખાઈ જતા હતા. બાલ્યાવસ્થામાં ગેવાળો અને ગોપાંગનાઓ સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા કૃષ્ણ આનંદમાં દિવસે વ્યતિત કરતા ને વાંસળીને નાદે સર્વને ઘેલા બનાવતા હતા.
સમુદ્રવિજયાદિક દશ દશાહએ પણ નંદપુત્ર કૃષ્ણનું પરાક્રમ સાંભળ્યું કે “એને જબરજસ્ત રાક્ષસીએને મારી નાંખી, ગાંડુ ભાંગી નાખ્યું ને અજુન જાતિનાં બે વૃક્ષને છેદી નાંખ્યા. જેથી વસુદેવ વિચારમાં પડ્યા.” મારા પુત્રને મેં ગેપ છે છતાં એના પરાક્રમથી બાલ્યાવસ્થામાં પણ છુપે રહેશે નહીં. કંસના જાણવામાં આવતાં રખે એનું અપમંગલ કરે ? એ બાળકની રક્ષા માટે મારા અકુર વગેરે પુત્રોમાંથી એકને મોકલું, પણ કંસ એમને ઓળખતે હોવાથી ‘ઉલટો શક પડશે, હાં ! હાં ! બલરામને કંસ ઓળખતે નથી માટે એને જ મેક ઠીક છે.” આ પ્રમાણે વિચાર કરીને રોહિણી સહિત રામને શાર્યપુરથી તેડી લાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com