________________
(૨૨) આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરક પૃથ્વીમાં તેત્રીશ સાગર પમને આવખે નારકપણે ઉત્પન્ન થયા. તે પછી પણ કંઈક કાળ વહી ગયે છતાં નેમિપ્રભુનું શાસન અવિચ્છિન્ન પણે ચાલ્યું આવતું હતું.
ચોથા આરાના લગભગ અંતમાં કાશી દેશની વાણારસી નગરી ગંગા નદીના કિનારા ઉપર આવેલી, ત્યાં ઇવાકુ વંશમાં અશ્વસેન નામે મહા પ્રતાપી રાજા થયો એ નેમિનાથને શ્રાવક હતું. વામાદેવી નામે એ રાજાને રાણી હતી. ચાદ સ્વને સૂચિત એવામારાણુએ એક અદ્વિતીય પરાક્રમવાળા, નીલ કાંતિએ કરીને યુક્ત પુત્રને જન્મ આપે જેમનું શરીર પ્રમાણુ નવ હાથનું ને સો વર્ષનું આયુષ્ય પ્રમાણુ હતું જેમને સપનું લંછન છે એવા એ વામારાષ્ટ્રના કુમાર પાઉં નાથ જગતમાં ત્રેવીસમા તીર્થંકર તરીકે પ્રસીદ્ધ થયા. ત્રીસ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરી ચોરાસી દિવસ ગયા એટલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. લગભગ સીત્તેર વર્ષ પર્યત કેવલી પર્યાય પાળીને તીર્થકર નામ કર્મ ખપાવી સે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બાવીશમા ને મનાથ મુક્તિમાં ગયા ત્યારથી તે ત્યાસી હજાર સાતસોને પચ્ચાસ વર્ષ ગયાં એટલે મુક્તિમાં ગયા. પાર્શ્વનાથ તીર્થકર થયા ત્યાં લગી નેમિનાથનું શાસન ચાલ્યું આવ્યું તે પછી પાર્શ્વનાથે ચતુર્વિધ સંઘને ધર્મની દેશના આપીને મંદ પડેલી જાતને સતેજ કરી. પાર્શ્વનાથના પિતા અશ્વસેન રાજા નેમિનાથના શ્રાવક હતા. તે પાર્શ્વનાથના શ્રાવક થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com