________________
( ૨૨૦ )
ભકિતનાં અનુપમ ફળ તાદશ્ય જોયેલાં હેાવાથી ધનપતિ તા પ્રભુના જ ભકત હતા જાણે પ્રભુ-થ ભણુપાર્શ્વ નાથની ભકિત કરવાને જ જગતમાં આવ્યા ન હાય ! એવી એમની એકાગ્રતા હતા એ પ્રભુ ભકિતના પ્રતાપે સ'સારની ક્ષુદ્ર વાસનાએ એમની માઁ પડી ગઇ હતી પરમ શાભાગ્યવતી શિવવધુને વરવાની સામગ્રી એમણે એકઠી કરી હતી. તેમની આવી પ્રવૃત્તિની અસર તેના કુટુંબ ઉપર પણ સંપૂર્ણ પણે થવા પામી હતી એ જુવાન છેાકરાએ પુત્રવધુએ પ્રભુભકિતનું માહાત્મ્ય સમજતાં હતાં સંસારના કાર્ય માંથી પરવારી એમની ભિકત કરવાના એછે અધિકા પણ અવકાશ મેળવતા હતા પુત્રાના પુત્રા પણ કાલુ કાલુ ખેલતાં પ્રભુના ચરણુમાં રમતા હતા શેઠાણી પણ પ્રભુભક્તિમાં ધાર્મિક પ્રવૃતિમાં શેઠની સાથે જ રહીને મનુષ્ય જન્મ સલ કરતાં હતાં એ પ્રભુ ભકિતના માહાત્મ્યથી, તેમના સારા આચાર વિચારથી વસ્તુ તત્વના જાણપણાથી કાંતિપુરમાં આ કુટુંબ અગ્રેસર ગણાતું ન્યાતમાં, જગતમાં, જાતમાં, વ્યવહારમાં એ કુટુ એ પેાતાનું ગૈારવ અધિક પણે જાળવી રાખ્યુ ને રાજાએ પણ એ ગૈારવમાં અધિક વધારે કર્યો.
એવી રીતે એ સુખી કુટુંબ ધર્મ અને કામ અખાધ પણે સાધન કરતુ પેાતાના કાલ સુખમાં વ્યતીત કરતુ હતું એવા સુખમાં તેમને કેટલેાક સમય પસાર થઇ ગયા.
DIONIC
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com