________________
(૨૧૯) ચયથી–એની સેવા-પુજા-ભક્તિથી શેઠનું મન સંસાર ઉપરથી વિરકતપણાને પામી ગયું છે અને જેન ધર્મમાં જ જ્ઞાનને અભ્યાસ કરવામાં જ નિરંતર પ્રીતિવાળા રહે છે. પૂર્વના શુભ કૃત્યના પસાયે આ ભવમાં અનુકુળ થયેલી સામગ્રીને તે ઠીક ઠીક લાભ લેતા હતા એ થંભણે પાર્શ્વનાથના તેઓ તે ભકત હતા જ બલકે તેમના વડે નાના મોટા બીજા નાગરિકોની પણ ભગવાનમાં અપુર્વ શ્રદ્ધા હતી. જેથી લોકમાં એમનું મોટું માહય પ્રગટ થયું દુર દેશાવરથી લોકો સ્થંભણપાશ્વ નાથનાં દર્શન કરવાને આવતા હતા. ભાવીક લેક અનેક પ્રકારે એમની ભકિત કરીને સંસાર સાગરથી પાર ઉતરતા હતા.
એ ચાર દાયકાઓમાં સાર્થવાહ સંસારના અનેક વમ. ળમાં ફસાયા, કંઈ કંઈ આફતો સમયને અનુસરીને એમની jઠળ લાગેલી છતાં થંભણ પાશ્વનાથના પ્રતાપે એ પતાની ધારણામાં આખરે ફતેહ પામતા. ગમે તેવી મુશ્કેલીએમાંથી પણ તે પાર ઉતરી જતા પૂર્વ કરતાં પણ લક્ષ્મી અથાગ હતી. પરિવાર બહેળે છતાં આજ્ઞાંકિત હતું જેથી એકંદરે સંસારમાં શેઠને દરેક પ્રકારની અનુકુળતા હોવાથી તેઓ સુખે સુખે એકાગ્રપણે સંસારી કાર્યોથી ફારેગ થઈને ધર્મ કાર્યમાં–પ્રભુ ભકિતમાં હવે લીન રહેતા હતા.
જગતમાં એવો નિયમ હોય છે કે કુટુંબમાં અગ્રેસર ગણાતો પુરૂષ જેવા પ્રકારના વર્તનવાળે હોય છે તેવી છાપ સમગ્ર કુટુંબ કબિલા ઉપર પડે છે. ધર્મનાં એ પ્રભુની પરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com