________________
(૨૧૭ ) પરિવાર સાથે નગરમાં આવ્યા. ને ભગવાનને એક સુંદર મકાનમાં પણ તરીકે પધરાવ્યા. સર્વે નાના મોટા વ્યવહારીઆઓ ભગવંતને નમીને પિતાપિતાને ઘેર ગયા.
સાર્થવાહે પોતાને વહીવટ થોડા દિવસમાં તપાસી લીધે અને જે જે માણસોએ પિતાની ગેરહાજરીમાં ખંતથી મહેનત કરી હતી, પ્રમાણિકપણે વ્યાપારમાં વફાદારી બતાવીને સેવા બતાવી હતી તે સર્વેને ઈનામ આપીને ખુશી કર્યા. પતાના મુખ્ય મેતા મેકમચંદને પણ સંતુષ્ટ કર્યો અને પેઢીને વહીવટ દેશ પરદેશને ચાલ્યો આવતે જે કંઈ સંબંધ જોઈ તપાસીને પોતાનું સમુદ્રની મુસાફરીમાં પ્રાપ્ત થયેલું દ્રવ્ય પેઢીમાંથી લીધેલ માલ, વ્યાપારમાં થયેલ નફ, મુસાફરીને લગતે કુલ ખર્ચ વગેરે સર્વે હિસાબ સાર્થવાહે મકમચંદને સમજાવ્યો એ કામમાંથી નિવૃત્ત થયા પછી એણે કાંતિપુરમાં એક મોટું ભવ્ય જીનાલય બંધાવવા માંડયું દેશપરદેશથી ઉત્તમ કારિગરોને બોલાવીને એવી સુંદર કારિગરીવાળું તે ભવ્ય જીનાલય બંધાવ્યું કે જેની ભકિત નિમિતે એ વ્યવહારીયાએ એમાં ઘણું દ્રવ્ય ખચી નાખ્યું. જ્યારે મંદિર તૈયાર થયું ત્યારે એની રોનક કાંઈ જુદી જ હતી. નગરના લોકે એની કારિગરી જોઇને તાજુબ થતા હતા. સાર્થવાહ એમાં અધિક ધનને વ્યય કરીને પોતાની અપૂર્વ પ્રભુ ભકિત બતાવી આપી હતી. કાંતિપુરનાં મંદિરમાં આ એક સર્વ શ્રેષ્ટ નમુનેદાર મંદિર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com