________________
( ૨૧૫)
હવે ઝાઝ અનુકુળ પવને અને અસ્ખલિત ગતિએ આગળ ચાલવા માંડયાં. કાઇ પણ પ્રકારના વિઘ્ન વગર તે દરીયાને માર્ગ કાપતાં એક મોટા બંદરના ખારામાં આવીને લંગરાણા. ને ત્યાં સર્વ લેાકેાએ આવીને નગરના લેાકેા સાથે માલની લેવડદેવડ કરીને વ્યાપાર કરવા માંડયા. ધનપતિ સા વાહે રાજાને જઇને ભેટછું મુકયું. જેથી રાજાએ એનુ દાણુ માફ કર્યું. તે પછી સાથ વાહે પણ પોતાના માલના ભાવ આવતાં એનાં નાણાં કરી દીધાં. અને ત્યાંથી પેાતાને કીફાયત જણાતા માલ ખરીદ કર્યા. ક્રયવિક્રયના સાદો કરતાં એ બંદરમાં કેટલાક દિવસ પ ત એ વ્યાપારીએ રહ્યા અને વ્યાપાર કરીને પેાત પેાતાના નશીખની અજમાયશ કરી.
એક દિવસે કેટલાક વ્યાપારીઓએ સાવાને કહ્યું કે “ શેઠજી ! હવે આપણે સ્વદેશ તરફ સીધાવીએ તેા સારૂ ! આપણને અહીયાં આવ્યાને આજે કેટલાક સમય વહી ગયા છે. જેથી સ્વદેશ તરફનું આકર્ષણ થાય એ સ્વભાવિક છે. ’’
“ ઠીક છે ! તમારી ઇચ્છા હશે તેા જેમ મને તેમ જલદીથી તૈયારી કરીને હું સર્વેને સમાચાર જણાવીશ. મારી પણ વૃત્તિ તા હતીજ એમાં તમે યાદી આપી “ શેઠે કહ્યું.
“ અમારી માફ્ક સર્વેની વૃત્તિતા સ્વદેશ તરફ ઉત્ક’ઠાવાળી છે કિંતુ કેટલાક વ્યાપારને લેાલે લાભ થવાથી દ્રવ્ય ચિંતામાજ મશગુલ રહ્યાછે. પરન્તુ તમે ત્વરા કરશે એટલે તેઓ પણ જલદી પોતાનું કામકાજ આટાપી તૈયાર થશે. ” એ લેાકેાએ જણાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com