________________
(૨૦)
સારામાં સારાં ઝાઝની ગતિ કેમ સ્મલિત થઈ ગઈ તે એમના જાણવામાં પણ આવ્યું નહીં અને એથી ખારવાઓ પણ મુંજાતા હતા.
આટઆટલી ધીરજ છતાં લેકેએ તો ભયની કલ્પના કરી લીધી હતી. તેમના મગજમાં પણ એક વાત ઉતરી હતી કે સંસારમાં આ માનવ ભવના નાટકની તેમની લીલા પુરી થતી હતી. જેથી તેઓ બિચારા શોકથી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા.
પિતાનાં હાણેને સમુદ્રમાં ગરક થયેલાં જોઈ અને લોકોને આકુળ વ્યાકુળ થયેલા જાણું ધનપતિ શેઠ હાણેની સ્થીતિ જાણવાને ખારવાઓના વડાની પાસે આવ્યા. અને એકાંતમાં હાણે સંબંધી સ્થીતિ પૂછવા લાગે ત્યારે ખારવાઓના વડાએ જણાવ્યું કે “ શેઠજી ? વહાણે તેકાનમાં બરાબર સપડાયાં છે. સમજે કે સર્વેની ઉપર મતનાં નગારાં વાગી રહ્યાં છે.”
ત્યારે એમના બચાવને કઈ પણ માગે તમને જણ નથી. શેઠે પૂછયું.
“ જરાય નહી? જુઓની , શેઠ ? સમુદ્ર કેટલે બધે મસ્તીમાં છે. આ પ્રલય કાળને પ્રચંડ વાયુ એની મદદમાં છે. અત્યાર લગી વહાણે થોભાવ્યા તે માત્ર અમારી કળા કેશલ્યને પ્રતાપેજ ! બાકી તે હવે આખર વખતે બધા પ્રભુ
સ્પે. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com