________________
(૨૦૭) તેતે અચુક દિશાએજ વ્હાણને હંકારે જતા હતા. એવાં ઉછળતાં જાંઓ વચ્ચે પણ એમનાં વહાણ એમની ચાલાકીથી નિર્ભયપણે પસાર થતાં હતાં.
સમુદ્રની લહેરીઓ, એનાં મેજા જોઈ બેસારૂઓને ગમત પડતી હતી. કેટલાતો એમાંજ આનંદ મેલવતા હતા. કેટલાક ઝાઝમાં સરખે સરખા મિત્રો મળીને વાતેમાં મેજ માણતા હતા. જેનું ચિત્ત જેનાથી પ્રસન્ન થાય એવી રીતે તેઓ ખુશ મિજાજમાં પોતાને સમય વ્યતીત કરતા હતા. કેાઈ વ્યાપારના ભાવી અનેક તરંગે કરતા આમ કરશું ને તેમ કરશું ઇત્યાદિ મને રથમાં મશગુલ હતા એવી રીતે સર્વે કઈ પોતપોતાની પ્રવૃત્તિમાં મશગુલ હતાં.
માણસની ઈચ્છા કરતાં વિધિની ઇચ્છાઓ જગતમાં માનવીના ભાવીને માટે કાંઈ જુદી જ હોય છે. મનુષ્યને પોતાની કલ્પનાથી અગોચર એવા સંજોગે એ વિધિની ઈચ્છાએ ઉત્પન્ન થાય છે ને ધારેલું સર્વે ધૂળધાણું થઈ જાય છે.
લગભગ એ મધ્ય સમુદ્રમાં આવેલાં વ્હાણે તોફાનના વમળમાં પડ્યા સર્વેના હર્ષને નાશ કરનાર પ્રલય કાળને વાયુ એકાએક વાવા લાગ્યા. ને એ પ્રચંડ પવનથી આકાશમાં ઉછળતાં મોજાએ ભયંકર ગરવ કરતાં હાણેને થપાટે મારી ડામાડેલ કરી મુક્યાં લેકોનું ધ્યાન ખેંચાણું કે દરિયામાં તોફાન શરૂ થયું છે. જેથી તેમના આનંદમાં
એકદમ ભંગાણ પડયું અને સર્વે જ હાણની ગતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com