________________
*( ૧૮૬) નથી. વાસુદેવો હંમેશાં શ્યામ સુંદર શરીરવાળા ને ગરૂડગામી હોય છે. તેમજ પત વસ્ત્રને ધારણ કરનાર હોય છે. ગરૂડની વજાવાળે રથ, અક્ષયબાણે, કસ્તુભમણિ હાર, મુગટ વગેરે બધાં વાસુદેનાં એ પ્રભાવિક હોય છે. તે સિવાય રામને પણ વનમાલા, મુશલ નીમવસ્ત્ર, નાળધ્વજ રથ હળ વગેરે હોય છે. અતિરથી પુરૂષ તે એજ કહેવાય !
– –
પ્રકરણ ૧૨ મું. છેવટે શું ?'
બળરામમુનિ પાંચમાં દેવકમાં ઉત્પન્ન થયા ઉત્પન્ન થતાંજ અવધિજ્ઞાનથી બંધુ સ્નેહે બાંધવ ક્યાં છે એ જોયું.
ત્રીજી નરપૃથ્વીમાં બાંધવ કૃષ્ણને દુઃખ જોગવતાં જઈને ભાઈના સ્નેહથી મેહિત થયેલા બળરામ દેવ વૈકિય શરીર કરીને નિમેષ માત્રમાં કૃષ્ણની પાસે આવ્યા. ભાઈને આલંગન કરીને બોલ્યા. “ભાઈ? હું તમારો ભાઈ બલભદ્ર છું ને તમારી રક્ષા કરવાને હું દેવલોકમાંથી આવ્યો છું. માટે કહે તમારી પ્રીતિને માટે હું શું કરું!” આ પ્રમાણે કહીને કૃષ્ણના શરીરને પિતાના હાથવડે એ દેવે ઉપાડયું એટલે તે પારાની જેમ વિશીર્ણ થઈને પૃથ્વી ઉપર પડ્યા ને પાછા મળી ગયા. બન્ને બાંધમાં આજે કેટલું અંતર ?
કૃષ્ણ પ્રથમ આલિંગનથી જ ઓળખેલા ને પોતાનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com