________________
(૧૯) નક્કી કરીને સાથે લેતા જાઓ!” કચવાતા મને મેતાએ અનુમતિ આપી.
કુટુંબ–સગાં હાલાં માટે તમારે ચિંતા કરવી નહી. પણ તમે આપણા વ્યાપારનું કાર્ય બરાબર સંભાળીને કરજે. તમારી મહેરબાનીને આપણે કોઈ પણ માણસ દુરૂપયોગ કરી પેઢીને ધકે ન લગાડે એ માટે સંભાળીને કામકાજ કરજે.”
“મારાથી બનશે ત્યાં સુધી હું ગફલત નહિ થવા દઉં પછીતે ભાવી બલવાન છે.” મેતે બોલ્યા “ ઠીક ત્યારે ! તમે આપણું મોટાં મોટાં હાણ તૈયાર કરાવો–અને સુધરાવે. શહેરમાં દાંડી પીટા કે જેને પરદેશમાં વ્યાપાર કરવા આવવું હેય તેને અમારી સાથે ભાડાને ઠરાવ નક્કી કરી જ. “ધનપતિશેઠ મોકમચંદને બહાણ તૈયાર કરાવવાની ને શહેરમાં દાંત પીટાવાની સૂચના આપી દીધી. એક રીતે પિતાના કાર્યની શરૂઆતને એ રીતે અમલ પણ કરી દીધો.
શેઠ અને મેતાની ધીમે સાદે થતી આ વાતચીત નજીકમાં બેઠેલા મેતાઓ તથા કારકુનોને સાંભળવામાં આવી. એકથી બીજા કાને જતાં લગભગ આખી પેઢીમાં શેઠના પરદેશ ગમનની વાત વાયુવેગે પ્રસરી ગઈ. શેઠની મુસાફરી એ રીતે જાહેર થઈ ગઈ.
સમય થઈ જવાથી શેઠ પોતાના મકાને ચાલ્યા ગયા ને પેઢી પણ તેમની પછી થોડીકવારે બંધ કરવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com