________________
( ૧૯૮ ) વ્યાપારની વૃદ્ધિ સારૂં ! આજ સુધી આપણે જમીન મારફતે જે વ્યાપાર કર્યો તેમ સમુદ્ર માર્કતે કર્યો નથી. માટે એકાદિ દયાઈ સફર કરવાની મારી ઈચ્છા થાય એ સ્વાભાવિક છે કે સમુદ્રની એક મુસાફરીમાં હું ઘણાં બંદરે સાથે વ્યાપાર કરી આવું ! નસીબ બળ અજમાવી જેઉ!”શેઠ બોલ્યા.
“શેઠજી! કયા દુખે તમારે આવા વિચાર કરવાની જરૂર પડે છે. સમુદ્રની મુસાફરીમાં કેટલાંય સંકટ રહેલાં છે-જીવનનાં જોખમ રહેલાં છે. એ ખ્યાલ કદાચ તમને નહી હોય, ભાગ્યમાં જે મળવાનું હશે તે જે જલમાં મળવાનું હશે તે થલમાં પણ મળશેજ પ્રભુની તમારા ઉપર મહેરેબાની છે આટલું છતાં શા માટે અધિક મેળવવાની લુપતા રાખે છે ! વૃદ્ધ મેહકમચંદ શેઠને સમજાવવા માંડયા.”
“ મકમચંદ ! સંસારી માણસે દ્રવ્ય ચિંતવાણું માટે એના અનેક ઉપાય જવા જોઈએ. હરેક બાને ધન ઉપાર્જન કરવામાં એણે પ્રમાદી નહી થવું. વિધિ ઈચ્છાએ કદાચ એમાં આપણે વધારે કમાંશું તે મુક્ત હાથે વાપરશું ! પણ મારે એક સમુદ્રની મુસાફરી તો અવશ્ય કરવી. ”
શેઠ! તમારે જે એવો દઢ આગ્રહ હોય તે હું તમને સમજાવવાને લાચાર છું ! પણ ઘરમાંથી રજા લેજે તે સિવાય પોતાનાં સગાંવહાલાં વગેરે સર્વેને નિમંત્રીને એમની રજા લઈને શુભ મુહ માલનાં હાણે ભરીને તેમજ બીજા પણ વ્યાપારીઓને જેમને સાથે આવવું હોય, તેમને ભાડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com