________________
( ૨૧ ) સમી સાંજનો સમય હોવાથી તે મનુષ્યને અવરજવર માલુમ પડવાથી મધ્યરાત્રી જેવી એ અંધકારમાં ભયંકરતા નહતી. એવા સમયમાં કાંતિપુર નગરના એક વિશાળ મહાલયમાં એક રમણું ચિંતાતુર જણાતી અત્યારે નજરે પડતી હતી. એનું રૂપ અથાગ હતું. જુવાનીને મદ પણ ઘણે હતે ભાગ્ય, સૌભાગ્ય, અધિક હતાં છતાં આ નવવન લલના અત્યારે ચિંતાતુર હતી. લક્ષ્મી, વૈભવ, સૌભાગ્ય, દાસદાસી સવે કંઈ હતું તે છતાં અત્યારે આ રમશું વિચારના વમળમાં પડેલી હતી. “અરે પતિ તે પરદેશ જાય છે અને તે પણ સમુદ્રની મુસાફરીએ? કેવી એની સાહસિક વૃત્તિ? આટલી બધી દોલત, આવો વૈભવ છતાં એવી તે કેવી એમની લોભવૃત્તિ? એમને કેમ સમજાવીએ ? શી રીતે સમજાવીએ?
ક્યા ઉપાયે જતા અટકાવીયે ? હા ! પ્રભુ! પ્રભુ ! મારાપતિને સન્મતિ આપો? એમનું રક્ષણ કરે ! એમના વિશે આ અથાગ વેવ, દાસ, દાસી બધું મારે શું કામનું છે? સતિને સાચું ધન તો એકજ પતિ છે. પતિ એજ સતી સ્ત્રીની ગતિ છે હા ! એ લેભી પતિએ આજે મારા કરતાં પણ લકમી વ્હાલી ગણું પુરૂષ તે પુરૂષજ! સંસારના અનેક સંજોગ વિજેગમાં ગુંથાયેલે પુરૂષ સ્ત્રીના અંતરમાં રહેલી પતિ ભકિતને જાણવાને ક્યાંથી સમર્થ હોય? સતી સ્ત્રીઓ તો પતિને પરમેશ્વરની માફક ગણુને પૂજે છે. છતાં એ પુરૂષના હદયના ક્ષણીક પલટાઓ પલટાતાં ક્યાં વાર લાગે છે? મારી એવી તે શું કસુર પડી કે પતી મને તજીને આજે પરદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com