________________
( ૧૯૪) કારે પણ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે પિતાને મત આપતા જણાવે છે કે.
अजरामरवत् प्राज्ञो, विद्यामर्थ च चिंतयेत् । गृहीतएव केशेषु, मृत्युना धर्म माचरेत् ॥१॥
ભાવાર્થ “ જગતમાં વિદ્યા અને લક્ષમી એ બન્ને વસ્તુ પિતાને અજર અને અમર ધારીને ડાહ્યા માણસે ઉપાજન કરવી જોઈએ. અને ધર્મ પણ જાણે મૃત્યુએ આપણા કેશ પકડ્યા છે એમ સમજીને પ્રતિ દિવસ જાગ્રતપણે કરવું જોઈએ | માટે લક્ષ્મી જગતમાં સર્વે રીતે ઉપયોગી છે. અરે ધર્મરાધન પણ લક્ષમી સંબંધી નચિંતાઈ હોય તે જ થઈ શકે. ગરીબ માણસ અથવા તે ધનને માટે ગુલામગિરિ કરતે જંજાળી માણસ સંસારની ફિકરમાં ફસાઈને ધર્મારાધન નજ કરી શકે.! માટે સંસારમાં ગૃહસ્થને તે અતિ ઉપયોગિ વસ્તુ જે કોઈ પણ હોય તો તે એકજ ધન અને તે જેકે મારી પાસે પુષ્કળ છે છતાં મારે એક દરીયાઈ ખેપ કરવી જોઈએ પછી નિરાંતે ધર્મનું આરાધન કરતાં હું મારા આત્માને ધર્મને માર્ગે જેડીશ. “એક નગરના વિશાળ મકાનમાં એક શ્રીમંત માણસ પિતાના વૈભવને છાજતી ઠકુરાઈ ભગવતે દિવાનખાનામાં વિચાર કરતો બેઠા હતા. આગળ નાના મોટા દરેક મેતા, કારકુને પોત પોતાનું કામ કરી રહ્યા હતા. શેઠની આગળ પણ કેટલાક મોટા પગારવાળા મેતાઓ બેઠેલા હતા. કેમકે દેશ પરદેશ એમને વહીવટ હતે. મેટામોટા શહેરમાં આ શેઠની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com