________________
( ૧૫ ) દુકાને-પેઢીઓ ચાલતી હતી. રોજની એકજ દુકાને લાખની ઉથલ પાથલ માસમમાં થયાં કરતી હતી. આવી ત્રાદ્ધિ છતાં– વૈભવ–ઠકુરાઈ છતાં શેઠને હજી સમુદ્રની મુસાફરીને શેખ હત–ભવિતવ્યતા બળવાન હતી સામાન્ય રીતે નજર કરતાં શેઠની વય ભરયુવાનીમાં હોય એમ જણાતું હતું. વળી આશા, ઉત્સાહ, જીવનમાં રસ, શેખ, વિપાર અધિક હતાં લક્ષ્મીને માટે તે પ્રભુની–દેવની એમની ઉપર રહેમ હતી. પિતે પણ મહેનતું, જાતે કામ કરનારા, બુદ્ધિશાળી, અને ધંધામાં બાહેશ, દીર્ધ દષ્ટિવાળા ને ઉત્સાહી હતા. દુન્યાનેવ્યાપારને લાંબ અનુભવ મેલવીને ઘડાયેલા–કસાયેલા હતા. જમીન ઉપરનો આવે લાંબો વેપાર છતાં ભવિતવ્યતાના બળે આજે સમુદ્ર માતે પોતે જાતે મુસાફરી કરવાનો વિચાર તેમને કુર્યો હતેા..
આવા મોટા વ્યવસાયી છતાં જૈન ધર્મ ઉપર, તેમની ભક્તિ, શ્રદ્ધા અપૂર્વ હતાં. પોતે પણ ભાગ્યવંત હતા. ધર્મના પ્રભાવનાં પ્રગટફલ કંઈક એમના અનુભવમાં આવેલાં હોવાથી ધર્મ ઉપર એમની અચલ શ્રદ્ધા હતી. એનાજ પ્રભાવથી પોતે ધનવાન થયા છે સંસારમાં કંઈકમાન અકરામને પણ પામેલા છે. છતાં સંસારની વાસનાઓમાં શેઠ કંઈક પ્રીતિ વાળા હોવાથી એ મેહનાં ગાઢબંધને–સંસાર સુખનાં તીવ્ર બંધને એમનાં હજી નરમ પડ્યાં નહોતાં.
કાંતિના સમુહ વાળું એ નગરનું નામ મંતિપુર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com