________________
( ૧૯૨) પણમાં સાતસે વર્ષ–એમ એકહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કૃષ્ણના મરણ પછી અગીયાર વર્ષ વીતીગયાં ત્યારે મોક્ષે ગયા.
વીશમા મુનિસુવ્રતસ્વામી મોક્ષે ગયા પછી એકવીશમાં નમિનાથનું નિર્વાણ છ લાખ વર્ષે થયું અને નમિનાથ પછી બાવીશમા નેમનાથનું નિવાર્ણ પાંચ લાખ વર્ષે થયું.
શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં ઘણેકાલે રામ લક્ષમણ આઠમા બળદેવ ને વાસુદેવ થયા. તેમની પછી થોડાકાળે નમિનાથ એકવીસમા તીર્થંકર થયા અને બાવીસમા તીર્થકરના વારામાં રામ અને કૃષ્ણ છેલ્લા બળદેવને વાસુદેવ થયા.
પાંડ વિહાર કરતા હસ્તિકલ્પનગરે આવ્યા ત્યાંથી રેવતાચલ બાર જોજન દૂર રહ્યું એટલે પ્રભાતે નેમિનાથનાં દર્શન કરીને જ માસિક તપનું પારાણું કરશું. એ અભિગ્રહ ધર્યો એટલામાં એમણે સાંભળ્યું કે ભગવંત તે મુક્તિ ગયા. એ સાંભળીને શેક કરતા પાંડવે સિદ્ધગિરિ ઉપર આવ્યા. ત્યાં અનશણ કરીને વિશકોડ મુનીની સાથે મેક્ષપદ પામ્યા. સાધ્વી દ્રોપદીજી મૃત્યુ પામીને બ્રહ્યનામના પાંચમા દેવલોકે ગયાં.
દ્વારિકાના દહન સમયે શ્રીસ્થંભનપાનાથની પ્રતિમા પણ તેના અધિષ્ઠાયકના પ્રભાવથી સમુદ્રમાં પધરાવવામાં આવી હતી, ગઈ વીશમાં થયેલા સોળમાં તીર્થકર નમિનાથના શાસનમાં ગડદેશવાસી આષાઢી શ્રાવકે નમિ પછી ૨૨૨૨ વર્ષે રામેશ્વર, ચારૂપ અને સ્થંભન પાર્શ્વનાથ એ ત્રણ પ્રતિમા ભરાવી હતી એ પ્રાચિન લેખ પ્રતિમાં પાછળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com